રૂ.262500ના ચેક આપી દીકરીઓના ખાતામાં કરાવ્યા લક્ષ્મીના શ્રીગણેશ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ તા.17/09/2022ને યાદગાર બનાવવા માટે વિધાનસભા વિસ્તાર, 71-રાજકોટ રૂરલના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા 1050 દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે પોસ્ટ ઓફીસના અધિકારીઓને રૂ.2,62,500નો ચેક અર્પણ કરીને 1050 દીકરીઓના સુક્ધયા સમૃધ્ધિ યોજનાના ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવવા માટે પોતાનું યોગદાન આપેલ છે.
દરેક દીકરીઓના ભવિષ્યના ઘડતર તેમજ સુરક્ષા માટે વડાપ્રધાનની સુક્ધયા સમૃધ્ધિ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ યોજનાને વધુ વેગ આપવા માટે લાખાભાઇ સાગઠીયાએ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓના કલ્યાણ અર્થે અત્યાર સુધીમાં કુલ 5000થી વધુ દીકરીઓના સુક્ધયા સમૃધ્ધિ ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવી સમાજ માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડેલ છે. દરેક સમાજના ઘડતર અને વિકાસ માટે જો નારી સશક્ત અને સમૃધ્ધ હશે તો સમાજ અને દેશ વિકાસની દિશામાં હરણફાળ પ્રગતિ કરી શકે છે, જેના માટેનો પાયો 10 વર્ષથી નાની દીકરીનું સુક્ધયા સમૃધ્ધિ યોજનાનું ખાતું ખોલાવીને નાખી શકાય છે. ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પોતાના વિસ્તારની મહતમ દીકરીઓના સુક્ધયા સમૃધ્ધી યોજનાના ખાતા પોસ્ટ ઓફીસમાં ખુલે તેવો નિર્ધાર કરેલ છે. દરેક દિકરીઓના ભવિષ્યનાં ઘડતર તેમજ સુરક્ષા માટે વડાપ્રધાન સુક્ધયા સમૃદ્ધિ યોજનાનો ખુબ મોટો ફાળો છે. સુક્ધયા સમૃદ્ધિ ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવી દિકરી આત્મનિર્ભર બનાવવામાં સહાયરૂપ થાય છે.