વગદાર સામે પીડિતાની રજૂઆત અદાલતે ગ્રાહ્ય રાખી: પીડિતાની કારને અકસ્માત સર્જી કાકી અને માસીને મોતને ઘાટ ઉતારાયા’તા: સોમવારે દોષિત જાહેર કર્યા બાદ સજા સંભળાવી
ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(૫૩)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને ૨૫ લાખનો દંડ પણ કર્યોછે. ૨૦૧૭માં કુલદીપ અને તેના સાથીઓએ ઉન્નાવમાં છોકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ કર્યું હતું. જુલાઈ ૨૦૧૯માં પીડિતાની કાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને મોસીનું મોત થયું હતું. પીડિતા અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સમાં દાખલ છે. સેંગર પર આ અકસ્માત કરવવાનો પણ આરોપ લાગ્યો હતો, જોકે તપાસમાં તેને ક્લીનચીટ આપવામાં આવી હતી.દુષ્કર્મા કેસમાં લાંબ કાનુની જંગના અંગે અદાલતમાં પીડીતાને ન્યાય મળ્યો છે.
ધારાસભ્ય કુલદીપ સેંગર ફટકારવામાં આવેલી સજા પર દિલ્હી કોર્ટમાં સુનાવણી પુરી થઇ હતી. આ પહેલાં મંગળવારે પણ કોર્ટમાં કુલદીપ સેંગરની સજા અંગે દલીલ કરવામાં આવી હતી. સોમવારે કુલદીપ સેંગરને સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ આચરવામાં દોષિત ઠેરવ્યો હતો.
કુલદીપ સેંગરને દુષ્કર્મના આરોપી જાહેર કરાયા બાદ મંગળવારે સજા પર થયેલી દલીલ દરમિયાન સીબીઆઇએ દોષિત ધારાસભ્ય કુલદીપ સેંગર માટે વધુ સજાની માગ કરી અને પિડીતા માટે યોગ્ય વળતરની માગ કરી હતી. જ્યારે કુલદીપ સેંગરના વકીલે તેની ઓછી સજા કરવા માટે રજૂઆત કરી હતી જેમાં વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુલદીપ સેંગરને બે સગીર પુત્રીઓ છે. તેનો ભૂતકાળમાં કોઇ ગુના નોંધાયા ન હોવાથી સજા સામે રહેમ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને સજા સંભળાવતી વખતે કુલદીપ સેંગર દ્વારા થયેલી રહેમની અરજી ધ્યાને રહેવા રજુઆત કરવામાં આવી હતી.
સોમવારે ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષિત જાહેર કરાયો ત્યારે તિસહજારી કોર્ટે એક વગદાર વ્યક્તિની વિરૂધ્ધ પિડીતાનું નિવેદન નિષ્કલંક છે. પિડીતા તરફથી દોષિતને આજીવન સજા થાય તેવી કોર્ટમાં માગ કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે સહ આરોપી શશીસિંહને દોષ મુક્ત જાહેર કર્યો હતો. ઉન્નાવમાં કુલદીપ સેંગર અને તેના સાગરિતોએ ૨૦૧૭માં સગીરાનું અપહરણ કરી તેણી પર સામુહીક દુષ્કમ આચરવામાં આવ્યું હતુ. આ વર્ષે જુલાઇમાં પિડીતાની કાર સાથે ટ્રક અથડાવી અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેમાં પિડીતાની કાકી અને માસીનું મોત નીપજ્યું હતુ. તેમજ પિડીતા અને તેના વકીલ હાલ દિલ્હી એમ્સ ખાતે સારવાર લઇ રહ્યા છે. જ્યારે કુલદીપ સેંગર હાલ તિહાર જેલમાં ધકેલાયો છે.