- ભવ્ય ડાંડિયારાસમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીમ ખાસ ઉપસ્થિત રહી
ગુજરાતભરમાં પ્રચલિત કદાવરખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આવતીકાલે 511 દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવ ’પ્રેમનું પાનેતર’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું! જામકંડોરણા શાહી સમુહ લગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ભવ્ય ડાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતાબેન રબારી ના સુરના તાલે ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ લલિત રાદડિયા ગરબે ઘુમીયા હતા, આ ઉપરાંત આ ભવ્ય ડાંડિયારાસમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમ ડાંડિયારાસમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા , તારક મહેતાની ટીમને જોવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, ગાયક કલાકાર ગીતાબેન રબારી તથા ગ્રુપ દ્વારા સૌને સંગીત થકી સૌને ડોલાવ્યા હતા,ગુજરાતી લોકસંગીતની દુનિયામાં ગીતાબેન રબારીનું નામ એક ચમકતો તારો છે. ગીતાબેનના મધુર અવાજમાં ગવાયેલા ગીતો ઝૂમવા મજબૂર કરી દીધા હતા, ગીતાબેન રબારીના કાર્યક્રમો ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં યોજાય છે. ભવ્ય કાર્યક્રમમાં સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આવતીકાલે બપોરે 2: 30 કલાકે વરઘોડો નીકળશે આ ઉપરાંત ચાર કલાકે દાતાઓનો સત્કાર સમારોહ સાંજે 5:00 કલાકે હસ્ત મેળા, 6:00 કલાકે ભોજન સમારંભ અને સાંજના 8 કલાકે ક્ધયા વિદાય નો કાર્યક્રમ રાખેલ છે.
ઐતિહાસિક સમૂહ લગ્ન ઉત્સવ માં ગુજરાત ભરમાંથી જરૂરિયાત મંદ પરિવારના 511 દીકરા દીકરીઓ ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાના છે સમાજના લોકોને 42 સંસ્થાઓના સહિયારા પ્રયાસ થકી ભગીરથ થવા જઈ રહ્યું છે
જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક પ્રસંગ બની રહેશે. આ ઉપરાંત 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે 10,000 થી વધુ સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે.