ધ ફયુચર સ્ટાર સ્પોર્ટ્સ કલબ દ્વારા આયોજન
400થી વધુ ખેલાડી દ્વારા તરણ પ્રતિભાનું પ્રદર્શન
ધ ફયુચર સ્ટાર સ્પોર્ટ્સ કલબ દ્વારા રાજકોટ કોઠારિયા રોડ સ્થીત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે એક ભવ્ય તરણ સ્પર્ધા ઓપન સૌરાષ્ટ્ર સ્વીમીંગ ચેમ્પિયનશીપ – રર નુ આયોજન કરવામાં આવેલ છે , જેમાં 5 વર્ષ થી લઈ ને 82 વર્ષ સુધીના તમામ ભાઈઓ બહેનો દ્વારા ભાગ લેવામાં આવ્યો.
ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ દ્વારા ધ ફયુચર સ્ટાર સ્પોર્ટસ કલબ દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર સ્વીમીંગ ચેમ્પિયનશીપ -22 નો પ્રારંભ કરવામાં આવ્યો . ગોવિંદભાઈએ પોતાના ઉદબોધન માં જણાવ્યું કે કોરોના કાળ પછી સૌરાષ્ટ્ર સ્તરની આ પહેલી સૌથી મોટી તરણ સ્પર્ધા નું આયોજન ધ ફયુચર સ્ટાર સ્પોર્ટ્સ કલબ દ્વારા કરવામાં આવ્યું છે.તે બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન આપતા વધુ માં જણાવ્યું કે આ તરણ સ્પર્ધામાં એક નેશનલ સ્પર્ધા જેવો માહોલ આયોજકો દ્વારા ઉભો કરવામાં આવ્યો છે . અને ખેલાડી ભાઈઓ બહેનો ને એક ખુબજ મોટું સ્ટેજ પૂરું પાડવામાં આવ્યું છે .
સાથે આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ , પૂર્વ સરપંચ જગતસિંહ જાડેજા (રીબડા)એડવોકેટ જયેશભાઈ જાની , ડો.પ્રવીણભાઈ નિમાવત , ગૌતમભાઈ ગોસ્વામી , રાજેશભાઈ ટાંક , ઉદ્યોગપતિ લવજીભાઈ મોલીયા , ભુપતભાઈ રાઠોડ ઉપેન્દ્રસિંહ જાડેજા , દિવ્યરાજસિંહ ગોહિલ , રોહિતભાઈ ઘીયા , ઉપસ્થિત રહ્યા હતા.
આ તરણ સ્પર્ધામાં કુલ 400 થી વધુ ખેલાડીઓ જેમાં 5 વર્ષ થી લઈ ને 80 વર્ષ સુધીના ખેલાડીખો ભાગ લીધો હતો . અને પોતાની તરણ પ્રતિભા નુ પ્રદર્શન કર્યું હતું . તરણ સ્પર્ધા માં અલગ અલગ સ્ટાઈલ મુજબ અલગ અલગ કુલ 58 પ્રકાર ની વિવિધ સ્પર્ધાઓ હતી . જેમાં ખેલાડીઓ ભાઈઓ બહેનો દ્વારા પોતાના એઈજ મુજબ અલગ અલગ ગ્રુપમાં ભાગ લીધો હતો , અને આ દરેક સ્પર્ધામાં પેલો બીજો તથા ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો તથા તમામ વિજેતાઓને મેડલ સર્ટીફીકેટ તથા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું .
આ સ્પર્ધા ને સફળ બનાવવા કેવલ રાઠોડ , દીવ્યરાજસિંહ જાડેજા , જીજ્ઞેશ રામાવત , અંકિત સાવલિયા , મોહમદ ઈન્દોરવાલા , રાકેશ મકવાણા , રણમલરાજ પાંડવ , જીજ્ઞેશ રાવલ , ધનંજય ચતુર્વેદી , સાગર કક્કડ , ભાવના સાદાત નચિકેત મકવાણા , અમિત સૌરઠીયા , સિદ્ધાર્થ કામબલીયા , દિલીપ હપલિયા , જય લોઢીયા , અવની સાવલિયા , માધવ ભટ્ટ વિક્રમ રાઠોડ , પિકેશ બોલા , પાયલ કાચા , મોહિત કંડોલિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.