છ વર્ષના બાળકને નવજીવન પ્રદાન કરતા જાડેજા પરિવાર
ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનુ છ વર્ષ નું બાળક બીમાર પડતા નાની મોટી સારવાર કરવી હતી.છતા બીમારી દુર થવાનુ નામ લેતી ના હતી.સારવાર મા ઘરમાં બચતની જે રકમ હતી તે પણ પૂર્ણ થયેલ છતા બાળકનું સચોટ નિદાન પણ થતું ન હતું.આમ ને આમ બાળક ની તબિયત બગડતી જતી હતી.
આવી વિપરીત પરિસ્થિતિમાં રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા નો સંપર્ક કરવામાં આવતા બાળકને ગોંડલની રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ડો.શાહ દ્વારા તમામ રિપોર્ટ સોનોગ્રાફી કરી નિદાન કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે આ બાળકને એપેન્ડિક્સ ની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયેલો છે તાત્કાલિક પાંચ કલાકમાં ઓપરેશન કરવું પડે અને આ ઓપરેશન રાજકોટની કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં જ શક્ય છે.
ગંભીરતા જાણી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી બાળક ને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી હતુ.પરંતુ શ્રમિક પરિવાર પાસે સરકારનું આયુષ્યમાન કાર્ડ પણ હતું નહીં અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન તાત્કાલિક શક્ય પણ હતું નહીં આવી પરિસ્થિતિમાં રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા નો સંપર્ક કરી તમામ સત્ય હકીકત જણાવતા ધારાસભ્ય ગીતાબા નુ હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું અને ખાનગી હોસ્પિટલ નો તમામ ખર્ચ આપવા તૈયારી દર્શાવી અને ખાનગી હોસ્પિટલના દાક્તરો ને ભલામણ પણ કરી આપી તેની જવાબદારી સ્વીકારી.
આમ છ વર્ષના નાનકડા ભૂલકાં રોનક નું સફળતાપૂર્વક ઓપરેશન પાર પડતાં બાળકના માતા પિતામાં હર્ષની લાગણી પ્રગટ થઈ સાથે ચિંતાતુર ચહેરા પર રોનક પણ આવી. આ બાળક ને હોસ્પિટલમાંથી રજા આપતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાળકના ખબર અંતર પૂછ્યા હતા.