કેશોદ અને માંગરોળના રોડ રસ્તા, નાલા, પુલીયા વગેરે જેવા કામો માટે આ વિસ્તારનાં ધારાસભ્યએ પોતાની ગ્રાંટમાંથી રૂા. દોઢ કરોડની ફાળવણી કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
કેશોદ માંગરોળ મત વિસ્તાર ના રોડ રસ્તા અને નાળા પુલિયા વગેરે ની ગ્રામ્ય વિસ્તારના લોકો ની માંગણી મુજબ ના કામો માટે જુદા જુદા વિસ્તારો ને આવરી લઈને કુલ રૂ દોઢ કરોડ ના ખર્ચે ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટ રોડ ડામર રોડ અને કોઈ જગ્યાએ નાળા પુલિયા વગેરે ની લોકો ની માંગણી કરી હતી તે મુજબ ના કામો માટે કેશોદ માંગરોળ ગામ ના લોકો માટે રસ્તા ના કામો માટે ધારાસભ્ય દેવાભાઈ માલમે રૂ દોઢક કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી છે અને ૧૪ માં નાણા પંચ ગ્રાન્ટ માંથી કેશોદ ના તથા માંગરોળ ના કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તાર ના કામો હાથ ધરવામાં આવી રહીયા છે તેમ ધારાસભ્ય દેવાભાઈ એ એક અખબારી યાદીમાં જણાવાયું છે તો બીજી તરફ ઓછુ બોલવું અને કામ વધુ કરવુ તેવી નીતિમાં માનનારા ધારાસભ્ય ની કામગીરી થી કેશોદ માંગરોળ મત વિસ્તાર ના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે