ગુજરાત રાજયના તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોની ઘણા લાંબા સમયથી સરકારમાં વારંવાર રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નોનો હલ ન થતો હોવાથી સમગ્ર ગુજરાતના તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા દરેક તાલુકા મથકે ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપ્યા હતા.
અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો કરી છતાં પણ માંગણી ન સંતોષાતા ગઈકાલથી માણાવદર તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આજે હડતાલના બીજા દિવસે માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ તલાટી મંત્રીઓની છાવણીની મુલાકાત લીધી હતી.
તેમની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વરજાંગભાઈ ઝાલા તેમજ માણાવદર તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ મારૂ, વરજાંગભાઈ ઝાલા, લલીતભાઈ ડાંગ,મનુભાઈ વગેરે સાથે રહ્યા હતા.