આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કડવા પાટીદારોનાં કુળદેવી માં ઉમિયાનાં સ્થાનક ઉંઝા ખાતે ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરનાં પાટીદારો ઉપસ્થિત રહી ધર્મોત્સવને માણવા ઉમટી પડશે. સમાજનાં આગેવાનો, અનેક સંતો-મહંતો, રાજકીય, સામાજીક અગ્રણીઓ તેમજ લાખોની સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહેશે. લક્ષચંડી મહાયજ્ઞની છેલ્લા ઘણા દિવસોથી પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. દેશ-વિદેશમાં ‘માં નું તેડુ’ આમંત્રણ પત્રિકાનું વિતરણ-વધામણા થઈ રહ્યા છે. સમાજમાં હજારોની સંખ્યામાં આમંત્રણ પત્રિકા પહોંચી ચુકી છે ત્યારે આ મહોત્સવની આમંત્રણ પત્રિકા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આપવામાં આવી છે. દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને માં ઉમિયાનું તેડુ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે પાઠવ્યું છે જેનો વડાપ્રધાને સહર્ષ સ્વિકાર પણ કર્યો છે.
Trending
- Hot Bag or Ice Bag : ઈજા પર કઈ બેગનો ઉપયોગ કરવો જોઈએ?
- સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 થયો સંપન્ન
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ