ભાજપના લોકો હમેશા એવું ભાષા કરતા આવ્યા છે કે કોઇપણ દેશનું કે કોઇપણ રાજયનું કોઇપણ સમાજનું કે કોઇપણ પાર્ટીનું કે કોઇપણ વિસ્તારનું ચાલક બળ હોય તો ઇ આ દેશનો યુવાન છે. જયારે આ દેશનું ચાલક બળ એટલે કે યુવાનને તમે જુદી જુદી નોકરીની ભર્તી પ્રક્રિયામાં મસમોટા ગોટાળાઓ કરી અને ગોટે ચડાવી રહ્યા છે. એના હિસાબે ઇ નિઉત્સાહી છે અને યુવાનોનો ઉત્સાહ ભાંગી ગયો છે. જેના હિસાબે રાજય અને દેશની સ્થિતિ પણ ખરાબ છે. ભાજપના લોકોએ આ બાબતે ગંભીરતાથી વિચારી અને આ દેશનો યુવાન નિઉત્સાહી ન થાય અને અંધકાર  મય વાતાવરણમાં જીવે નહી એ ભાજપની જવાબદારી છે જેથી કરીને ગંભીરતાથી આ બાબતે કંઇક કરવું જોઇએ પણ હું અંબરીશ ડેર એવું માનું છું કે માત્ર સત્તા મેળવવા માટે અને સત્તા ટકાવી રાખવા માટે ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતીઓના હિસાબે દેશના ખેડુતો આ દેશના ઉઘોગપતિઓ, અમુક આદેશ ના વેપારીઓ, આ દેશનો મઘ્યમ વર્ગ આ દેશનો વેપારી વર્ગ, ગરીબ વર્ગ સહીતનો રાજયનો તમામ વર્ગ હેરાન થઇ રહેલ છે ફકત યુવાનો બાકી હતા પરંતુ ભરતી પ્રક્રિયામાં ગોટાળાઓ કરી આ સરકારે એ પણ જોઇ લીધું છે એ અને એવું પણ કર્યુ છે કે જેના હિસાબે યુવાન પણ ગેર માર્ગે ચડે અને ખોટા રસ્તો ચડે તેવી સરકારની નીતીઓ સામે અંબરીશ ડેર દ્વારા ખુબ જ રોષ વ્યકત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.