રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે  રત્ન કલાકારોનો પ્રોફેશનલ ટેકસ માફ કરવા અંગે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા જણાવ્યું મા.મંત્રી દ્વારા ડાયમંડ સંશોધન અને મર્કન્ડાઇલ સીટી કંપની લી. માટે શેરી મુડીની ચિંતા કરીને અંદાજે 35 કરોડ રૂપિયાની પુરત માંગણી આ બાબતમાં પણ મુખ્યમંત્રી લઇને આવ્યા છે. ત્યારે હું એક સુચન કરું છું કે એક વિનંતી કરૂ છું અને માંગણી પણ કરું છું કે ડાયમંડ સાથે સંકળાયેલા લોકો આખા ગુજરાતમાં અંદાજીત રપ લાખ પરિવારો આ વ્યવસાય સાથે હિરાઘસવાનું કામ કરે છે. તો આવા લોકો ઉપર મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસાય વેરો જે લ્યે છે એટલે કે પ્રોફેશનલ ટેકસ લ્યે છે. એને આપણે માફ કરવો જોઇએ જેથી કરીને ગંભીરતાથી આ લોકો પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે રત્ન કલાકારો મોટાભાગે સુરતમાં વસવાટ કરે છે. સુરત આ રાજયનું આર્થિક  પાટનગર છે. આર્થિક પાટનગરમાં વસતા આવા પરિવારો જે સવારથી સાંજ સુધી મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. એના માટે આપણે સૌએ  આગળ આવવું પડશે. ડેરે દ્વારા એવી પણ રજુઆત ગૃહમાં કરી કે આ કામદારો ખરેખર મજુરની વ્યાખ્યામાં આવે છે. સરકાર દ્વારા મજુરની વ્યાખ્યામાં આવે છે તેમ છતાં પણ તેમને મજુરોની લાભો મળતા નથી. અને ઉલ્ટાના આ વ્યવસાય વેરા મારફતે  આપણે તેમની પાસેથી જે પૈસા લઇ છીએ તે બાબતે ગંભીરતાથી વિચારવા જોઇએ અને આવા પરિવારનું આપણે જોવું જરુરી છે. અને આ વ્યસાય વેરામાં માફી આપવામાં આવે તો આવા પરિવારને ફાયદો થાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.