જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે યે, ચડી પહન કે ફૂલ ખીલા હે ફૂલ ખીલા હે… જી હા, ભારતના જંગલ વિસ્તારમાં ૧%નો વધારો થયો છે મતલબ કે કુદરત મહેરબાન છે. વન્ય સૃષ્ટિ ખીલી રહી છે. છતાં પૂર્વના રાજયોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
છેલ્લા ૨ વર્ષમાં આંધ્ર, કર્ણાટક, કેરળ, ઓડિશા અને તેલંગાણામાં વનવિસ્તાર એટલે કે ગ્રીન ફૂટ પ્રિન્ટમાં ૧%નો વધારો થયો છે. આમ છતાં પૂર્વ હિમાલયાઝ સહિત ૬ ઉતરપૂર્વી રાજયોમાં આનાથી વિપરીત પરિસ્થિતિ છે. જે ફોરેસ્ટ મિનિસ્ટ્રી માટે વ્યાધીનું કારણ બન્યું છે. અહી ૬૩૦ સ્કે. કિ.મી. જંગલ વિસ્તાર કપાયો છે. ઘટયો છે.
ભારતનો કૂલ વન વિસ્તાર છેલ્લા ૨ વર્ષમાં વધીને ૮૦૨૧ સ્કે. કિ.મી. છે. સેટેલાઈટ મોનિટરિંગ ડેટા પરથી વન વિસ્તાર વિસ્તર્યો હોવાની પુષ્ટી કરવામાં આવી છે.
ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ ૨૦૧૭ હજુ ગઈકાલે જ જારી કરવામાં આવ્યો છે. જે મુજબ આંધ્રમાં ૨૧૪૧ સ્કે. કિ.મી. કર્ણાટકમાં ૧૧૦૧ સ્કે. કી.મી., કેરળમાં ૧૦૪૩ સ્કે. કી.મી., વન્ય વિસ્તાર છે જયારે મિઝોરમ, નાગાલેન્ડ, અ‚ણાચલ, ત્રિપુરા અને મેઘાલયમાં ૨૦૧૫ની તુલનામાં ૨૦૧૭માં વનવિસ્તાર ઘટયો છે. જેથી ચિંતાના વાદળો ઘેરાયા છે