• ધ્રોલ પંથકમાં ચર્ચાસ્પદ બનેલાં કોન્ટ્રાકટરના તમાચણ પંથકમાં પણ લોટ પાણીને લાકડા
  • તમાચણ ગામના સરપંચ ગીતાબેન મકવાણાએ ડીડીઓને લેખીત ફરીયાદ કરી

Jamvanthali: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- આ શબ્દો લખવા-બોલવામાં સારાં લાગે પરંતુ આ નામ અંતર્ગત થતાં કામો કેવા પ્રકારના હોય છે તેનો ભેદ તમાચણ ગામના મહિલા સરપંચે ખોલી નાંખ્યો છે અને જામવંથલીથી ઉંડ-1 ડેમ સુધીના મહત્વપૂર્ણ રસ્તાના કામની તથા આ કામના કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાંખી છે, જેના ફોટોગ્રાફસ તથા વીડિયોઝ કોઈની પણ આંખ ખોલી નાંખે એવા છે.

જામનગર તાલુકાના તમાચણ ગામના સરપંચ ગીતાબેન મકવાણાએ જિલ્લા વિકાસ અધિકારીને  લેખિત અને વિસ્તૃત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં સરપંચે લખ્યું છે કે, જામવંથલીથી ઉંડ-1 ડેમ સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એપ્રોચ રોડના સુધારાનું કામ ચાલી રહ્યું છે. કામ સાતેક મહિનાથી થઈ રહ્યું છે. આ કામ પૂર્ણ કરવાની મુદ્દત 22 ઓગસ્ટ હતી પરંતુ કામ હજુ પણ પૂર્ણ થયું નથી.

આ રજૂઆતમાં આગળ લખ્યું છે કે, આ કામ જૂનાગઢની જે.બી.ક્ધસ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર હસ્તક છે. આ રસ્તા પર પાઈપવાળા આશરે 6 થી 7 પુલિયા (નાળાં) આવેલાં છે. આ રોડ બનાવનાર કંપનીએ આ કામમાં હલકી ગુણવત્તાનું માલ મટીરીયલ્સ વાપરેલું છે. અને નિયત સમયમાં કામ પૂર્ણ કર્યું નથી. આ રસ્તામાં આવતા આશરે સાતેક પુલિયામાં નીચે પી.સી.સી. કરવામાં આવેલું નથી. અને પાઈપો નબળી ગુણવત્તાના છે. આ વરસે વરસાદમાં તમામ પાઈપવાળા પુલીયા ધોવાઈ ગયા છે. તેથી વાહનવ્યવહાર થઈ શકતો નથી. એસટી બસ અવરજવર કરી શકતી નથી. તેથી તમાચણ અને આજુબાજુના ગામોના મુસાફરો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે.

આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જ્યારથી આ રોડનું કામ ચાલુ થયું છે ત્યારથી વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી છે. અધિકારીઓને રૂબરૂ પણ રજૂઆતો કરી છે. છતાં આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ કરવામાં આવી નથી. રજૂઆતમાં અધિકારીઓ વિરુદ્ધ પણ આક્ષેપ થયો છે. આ કામના ધોવાઈ ગયેલાં પુલિયા ફરી રિપેર કરવાની માંગ કરી છે. એસટી બસ ફરી ચાલુ કરાવવા પણ અરજ થઈ છે. રજૂઆતના અંતે એવી ચિમકી પણ આપવામાં આવી છે કે, જો આ બાબતે તાત્કાલિક કાર્યવાહીઓ નહીં થાય તો, તમાચણ ગામના ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

કોન્ટ્રાક્ટર પાર્ટી વિરુદ્ધ અગાઉ જિલ્લા પંચાયતના એક ઈજનેરની હત્યાના પ્રયાસનો ગુનો ધ્રોલ પોલીસમાં નોંધાયેલો છે, જેમાં 6 શખ્સોની ધરપકડ પણ થયેલી. આ મામલો ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના કામનો હતો. જેને કારણે આ પાર્ટી સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાસ્પદ બની છે. તે દરમિયાન આ તમાચણનો મામલો સામે આવતા ફરી એકવાર ચકચાર મચી છે.

સ્વસ્તિક  કન્સ્ટ્રકશનને બ્લેક લીસ્ટ ર્ક્યુ, હોવાથી બધા કામો બંધ કરાયા: કાર્યપાલક ઇજનેર છૈયા

જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.છૈયાએ અબતક સાથેની વાતચીત માં  જણાવ્યું છે કે, જૂનાગઢના આ કોન્ટ્રાક્ટર (સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન)ને બ્લેક લિસ્ટ કરવામાં આવેલ હોય, તેના બધાં કામો બંધ કરાવી દેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહીઓ માટે સરકારમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, ડેમવાળું આ કામ હાલ અધૂરૂં હોય, અન્ય કોન્ટ્રાક્ટર પાસે રિ ટેન્ડરથી કામ કરાવવું કે કેમ ? વગેરે બાબતો અંગે કારોબારી સમિતિ નિર્ણય કરી શકે.

કોન્ટ્રાક્ટર પાર્ટી વિરુદ્ધ અગાઉ જિલ્લા પંચાયતના એક ઈજનેરની હત્યાના પ્રયાસનો ગુનો ધ્રોલ પોલીસમાં નોંધાયેલો છે, જેમાં 6 શખ્સોની ધરપકડ પણ થયેલી. આ મામલો ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના કામનો હતો. જેને કારણે આ પાર્ટી સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાસ્પદ બની છે. તે દરમિયાન આ તમાચણનો મામલો સામે આવતા ફરી એકવાર ચકચાર મચી છે.

તમાચણ ગામનો જીવાદોરી સમાન રસ્તો બદતર: પૂર્વ સરપંચ રમેશ મકવાણા

‘અબતક’ સાથેની વાતચીતમાં તમાચણ ગામના પૂર્વ સરપંચ રમેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, તમાચણ ગામનો આ રસ્તો અનેક ગામોને જોડે છે. રસ્તાના રિપેરીંગ અંગે અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી છે. છતાં પણ કશું રિસ્તોન્સ ન મળ્યો આ રસ્તાની બનાવટમાં નબળી ગુણવત્તાવાળો માલ ઉપયોગમાં લેવાયો છે. રસ્તાની બનાવટ અંગે કોળ કાળજી લેવામાં આવી નહોતી ત્યારે આ તમાચણ ગામનો જીવાદોરી સમાન માર્ગને નવેસરથી બનાવવા લોક માંગ ઉઠી છે.

અમે 7 થી 8 ગામના લોકોએ સાથે મળી કલેકટરને રજુઆત કરી છે: હરેન્દ્રસિંહ પરમાર

‘અબતક’ સાથેની વાતચીતમાં હરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમારા તમાચણ ગામના બાબતે અમે 7 થી 8 ગામના લોકોએ સાથે મળી કલેકટરને રજુઆત કરી પરંતુ કશું જવાબ ન મળતા મીડીયાનો આશરો લઇ રહ્યા છીએ. આ રસ્તો 7 થી 8 ગામને જોડે છે. તેથી રહીશોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. તેથી અમારી રજુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચે એવી માંગ છે.

તાત્કાલીક રોડરસ્તાના કામો પૂર્ણ થાય તેવી રજુઆત: કિશોર મકવાણા

‘અબતક’ સાથેની વાતચીતમાં તમાચણ ગામના કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે આ રસ્તો ઘણાં ગામોને જોડે છે. એસ.ટી. બસો, સ્કુલ બસો પણ આવતી નથી. પુલની હાલત બિસ્માર છે તથા પ થી 6 નાલાઓ વચ્ચે આવે છે. રસ્તા, પુલ અને નાલાની ખરાબ હાલતથી રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો તુરંત રસ્તાને બનાવવા લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.