પદ્માવતનાં વિરોધમાં ગામેગામ મામલતદારને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન અપાયા: અમુક ગામ સજજડ બંધ રહ્યા
દામનગર માં પદ્માવત ફિલ્મ વિરુદ્ધ બંધ ના એલાન થી દામનગર શહેર સજ્જડ બંધ દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજ દામનગર માં એકત્રિત થઈ રેલી યોજી દામનગર શહેર ના હીરા ઉદ્યોગ વેપારી ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય બજારો શાકમાર્કેટો સહીત ના વિસ્તારો બંધ ક્ષત્રિય યુવાનો ની જ્યભવાની ના નાદ સાથે રેલી શહેર ભર ના મુખ્ય વિસ્તારો માં ફરી મામલતદાર શ્રી દામનગર અને પોલીસ અધિકારી ને આવેદન પત્ર પાઠવી પદ્માવત ફિલ્મ રિલીઝ ન કરવા ની માંગ કરી દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ક્ષત્રીય સમાજ આ રેલી માં જોડાયો હતો
ઉમરાળા
ભાવનગર જિલ્લા ના ઉમરાળા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કરણી સેના દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પદ્માવત ફિલ્મ ના નિર્માતા ભણશાળી વિરુદ્ધ મુરદબાદ ના નારા લગાવતા રેલી રૂપે કરણી સેનાએ આવેદન પત્ર પાઠવ્યું ઉમરાળા ની મુખ્ય બજારો એ સજ્જડ બંધ પાળી ક્ષત્રિય સમાજ ના ટેકા બંધ પાળી સમર્થન આપ્યું હતું ખૂબ મોટી સંખ્યા માં કરણી સેનાએ ના યુવાનો અગ્રણી ઓ ની હાજરી આ રેલી માં જોવા મળી
હળવદ
હળવદમા પદ્માવત ફિલ્મ વિરોધના સમર્થન આપી આજે બાઈકરેલી યોજી શક્તિ માતાના મંદિરથી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.આ બંધના હળવદ માર્કેટીગ યાર્ડ તેમજ વેપારી મંડળ દ્વારા સમગ્ર બંધને ટેકો આપ્યો હતો. હળવદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આજે પદ્માવત ફિલ્મના વિરોધમા વિશાળ બાઈકરેલી શક્તિ માતાના મંદિરથી મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સંજયલીલા ભણસાલી નિર્મત ફિલ્મ પદ્માવતીના વિરુદ્ધમા બનાવેલી છે.આ ફિલ્મમા હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરવામાં આવેલા છે. તથા ભારતના ઈતિહાસ સાથે પણ ચેડા કરેલા છે.તેથી આ ફિલ્મથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાણી છે.આ જોતા ભારતના સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલ પરવાનગીનો વિરોધ કરી ફિલ્મ રીલીઝ ન થાય અને પ્રતિબંધ મુકવા આવે તેવી માગણી સાથે હળવદ તાલુકા ક્ષત્રિય સમાજ,બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,સમસ્ત બ્રહ્મ સમાજ,વગેરે સમાજ આ બાઈકરેલીમા જોડાયા હતા.આ બાઈકરેલી સંપૂર્ણ શાતિપુર્ણ રહે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે હળવદ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.