કરણી સેનાના આગેવાનોએ ગુલાબનું ફુલ આપી બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી: શહેરમાં સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત, શાંતિમય વાતાવરણ
પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણીસેનાએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેને રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરની મુખ્ય બજારોમાં અમુક દુકાનો કાર્યરત હતી. જયારે અમુક દુકાનો બંધ જોવા મળી હતી. શહેરમાં બપોર સુધી શાંતીમય વાતાવરણમાં જોવા મળી રહ્યું છે.
પદ્માવત ફિલ્મને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે પદ્માવત રીલીઝ થવાનું હતું. જેથી કરણીસેનાએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. રાજકોટ શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે ઘણા ખરા વેપારીઓ તેમજ ખાનગી શાળાઓ બંધમાં જોડાયા હતા.
કરણીસેનાએ રાજકોટમાં ગાંધીગીરીથી પદ્માવત સામે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ તેમજ શો-રૂમના મેનેજરોને બંધમાં જોડાવવાની અપીલ કરી હતી ત્યારે ઘણા લોકો આ અપીલને સ્વીકારી બંધમાં જોડાયા હતા.