એકવાર શરીરનું વજન વધી જાય તો તેને ઓછું કરવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને લોકો પેટની ચરબી ઘટાડવા માંગતા હોય છે. આજના યુગમાં આ ભાગદોડની જીંદગીમાં કેટલાક લોકોના પેટ ફૂલી જાય છે અને તેને ઘટાડવા માટે લોકોઅવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જોકે કેટલાક પ્રયાસો છતાં લોકો પેટની ચરબી ઘટાડવામાં અસફળતા મળે છે. પણ એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવામાં ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે. આ વિનેગરને પાણીમાં ભેળવીને ખાલી પેટ પીવાથી ચરબી ઝડપથી ઓગળી જાય છે.
એપલ સાઇડર વિનેગર સફરજનમાંથી તૈયાર કરવામાં આવે છે અને સદીઓથી તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો સિવાય દેશી દવા તરીકે પણ કરવામાં આવે છે. તેમાં સારી માત્રામાં એસિટિક એસિડ હોય છે. જેના કારણે તેનો સ્વાદ તીખો અને ખાટો હોય છે. એપલ સાઇડર વિનેગર એસિટિક એસિડને કારણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. એપલ સાઇડર વિનેગરમાં લગભગ 5% એસિટિક એસિડ હોય છે. તે કુદરતી એન્ટિસેપ્ટિક અને એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. તેમજ વજન ઘટાડવા અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
એપલ સાઇડર વિનેગરના ફાયદા
ત્વચાની ચમક વધે છે
એપલ સાઇડર વિનેગરનું સેવન કરવાથી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને છે. જેનાથી તમારા ચહેરાની સુંદરતામાં વધારો થાય છે
વજન ઘટાડવામાં ઉપયોગી
એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવામાં ખૂબ જ જાદુઈ સાબિત થઈ શકે છે. એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી એપલ સાઇડર વિનેગર ભેળવીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એપલ સાઇડર વિનેગર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જે શરીરમા કેલરીની માત્રા ઘટાડે છે. જેનાથી શરીરનું વજન ઝડપથી ઘટાડી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
એપલ સાઇડર વિનેગર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કારણ કે તે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમજ એપલ સાઇડર વિનેગર ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ખાધા પછી લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ એપલ સાઇડર વિનેગરનું સેવન કરી શકે છે.
પાચનતંત્રને સુધારે છે
એપલ સાઇડર વિનેગરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરી શકે છે. આનાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને પેટની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. ગેસ અને પેટનું ફૂલવું ઘટાડવામાં આ દેશી વસ્તુ ખૂબ જ અસરકારક ગણી શકાય છે.
ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ
આ દેશી વસ્તુ પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથોસાથ હૃદયની તંદુરસ્તીને મજબૂત બનાવે છે. એપલ સાઇડર વિનેગર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમજ આ કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યને વેગ આપે છે.
ફંગલ ઇન્ફેક્શનથી રાહત આપે
એપલ સાઇડર વિનેગરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. જે ત્વચા પરના બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનને ઘટાડી શકે છે. તેનો ઉપયોગ કરવાથી ખરજવું અને ખીલ જેવી ત્વચાને લગતી સમસ્યાઓથી રાહત આપે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.