- પૂર્વ ચેરમેન સંજય લાખાણી એ સમગ્ર વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો ચિતાર આપ્યો
- રાજકોટના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ‘ચેન્જઓવર’ સેરેમનીમાં રહ્યા હાજર
ભારત દેશની વાત કરવામાં આવે તો અનેકવિધ પ્રોફેશનલ કોર્સ નો અભ્યાસ છે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ તેમાં પણ જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત આવે તો તે પ્રોફેશન અત્યારના ખૂબ વધુ જાણીતો અને પ્રચલિત છે. એક તરફ ઘણા એવા શૈક્ષણિક કોર્ષમાં સંખ્યા થવાના પણ ફાંફાં છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાતો હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્રે જાગૃતતા કેળવાય તે માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ની રચના પણ કરવામાં આવી અને તેમાં અનેકવિધ ચેપ્ટર પણ ખોલવામાં આવ્યા.
વેસ્ટન એટલે કે પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટ ચેપ્ટર ખાતે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટ મિતુલ મહેતા વર્ષ 2024-25 માટે ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. એટલું જ નહીં રાજકોટ બ્રાન્ચ ખાતે એક વિશેષ ચેન્જ ઓવર ફંકશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ ચેરમેન સંજય લાખાણી દ્વારા કરવામાં આવેલા કામનો ચિતાર આપવામાં આવ્યો હતો અને બ્રાન્ચની જવાબદારી નવા ચેરમેનને સોપવામાં આવી હતી.
ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીએઆઇ ભવનની દર વર્ષે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે વર્ષ 2024 25 માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિતુલ મહેતાની રાજકોટ ચેપ્ટરના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ચેન્જ ઓવર કાર્યક્રમમાં રાજકોટના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાજર રહ્યા હતા એટલું જ નહીં પૂર્વ ચેરમેન સંજય લાખાણી એ પણ આખા વર્ષમાં કરેલી કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો. નવનિયુક્ત ચેરમેન મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં અને તેમના કાર્યકાળ દરમિયાન બ્રાન્ચની કામગીરીને વધુને વધુ કઈ રીતે વેગવંતી બનાવી તે પણ એટલી જ જરૂરી છે અને તે દિશામાં જ કાર્ય હાથ ધરવામાં આવશે.
રાજકોટ બ્રાન્ચના નવનિયુક્ત ચેરમેન મિતુલ મહેતાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હવે તેમના પર જવાબદારી વધી ગઈ છે કારણ કે સમગ્ર ગુજરાતમાં રાજકોટ બ્રાન્ચ દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેનાથી બ્રાન્ચનું ગૌરવ પણ વધ્યું છે ત્યારે આગામી એક વર્ષમાં રાજકોટ બ્રાન્ચને સર્વોચ્ચ શિખર ઉપર બેસાડવા માટે ગામ હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરાશે.