શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કરી કાર્યવાહી
ફેસબૂક આઈડીમાંથી કોંગ્રેસનું ચિન્હ ત્રણ દિવસમાં દૂર કરવા આદેશ
ફેસબુક અને વોટસઅપ પર શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ડો. હેમાંગ વસાવડા તથા કોંગ્રેસ પક્ષની છબિ ખરડાય તેવી પોષ્ટ મૂકવા બદલ કોંગ્રેસના કાર્યકર મિતલબેન ગડારાને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તમારા દ્વારા સોશિયલ મીડિયામાં મિતલ ગડારા નામની ફેસબૂક આઈ.ડી.માંથી ફેસબૂક સોશિયલ મીડીયા મારફત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા તેમજ કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તેવી પોષ્ટ મૂકવામાં આવી છે જેમાં તમારા દ્વારા એક સ્ત્રીને ન શોભે એવા શબ્દોનો ઉપયોગ કરેલ છે. અને ડો. હેમાંગભાઈ વસાવડાની ઈજજત અને આબરૂને ઠેસ પહોચે તેવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેથી તેમને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું તાત્કાલીક અસરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય ઉપરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરૂ છું.
તેમજ તમો તમારી ફેસબૂક આઈ.ડી.તેમજ અન્ય સોશિયલ મીડીયા પર કોંગ્રેસ પક્ષના સિમ્બોલનો ઉપયોગ કરી રહ્યાછો તેને તાત્કાલીક હટાવી લેશો જો ત્રણ દિવસમાં હટાવવામાં નહી આવે તો તમારા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમોને આ પત્ર ફેસબૂક અને વોટસઅપના માધ્યમથી બજાવવામા આવી રહ્યો છે તેમ ડાંગરે જણાવ્યું હતુ. કેટલાક લોકો પોતાના હરિફ કે ઈર્ષાથી કોઈ ઉચ્ચ હોદો ધરાવનારાને બદનામ કરવા માટે અવનવા અખતરા કરતા હોય છે. જેમાં ફેસબુક કે અન્ય માધ્યમોમાં ખોટા પ્રચાર કે બદનામી થાય તેવા પ્રયાસો કરતા હોય છે.