ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની કહી શકાય તેવી મિતાલી રાજને બીબીસીની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરી છે. આ યાદીમાં સ્પોટર્સ, બિઝનેસ, એન્જીનિયર વગેરે ક્ષેત્રોની મહિલાઓ સામેલ છે. આ ઉપરાંત રમત-ગમત ક્ષેત્રમાંથી અન્ય ત્રણ મહિલાઓ પણ છે. આ લિસ્ટનું નિર્માણ વિશ્ર્વભરની પ્રતિભાશાળી મહિલાઓને પ્રેરણા આપવા માટે યાદી બનાવવામાં આવી છે. ભારત સહિત અન્ય દેશોની પણ વીર મહિલાઓની સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે.
રમત ગમત ક્ષેત્રની મહિલાઓમાં મિતાલી સહિત બ્રાઝિલની રોઅર ફર્નાન્ડો નુનેસ, રોમાનિયાની જિમ્નાસ્ટ નાદિયા કોમોનેસી અને ઇગ્ંલીશ ફુટબોલર સ્ટીફ હોટન છે. મિતાલી ૧૮ વર્ષથી ક્રિકેટ રમે છે. તેણે ભારતમાં બે વખત (૨૦૦૫ તેમજ ૨૦૦૭) વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે વન-ડેમાં સૌથી વધારે રન બનાવનાર મહિલા ક્રિકેટર છે.