ભારતના ૧૪૬ રનના લક્ષ્યાંક સામે આયરલેન્ડ માત્ર ૯૩ રન બનાવી શકયુ
રેકોર્ડબ્રેક પર્ફોમન્સ દ્વારા વિરાટ ક્રિકેટમાં ધુમ મચાવી રહ્યા છે તેવી જ રીતે વુમન ક્રિકેટ ટીમની કેપ્ટન મીથાલી જબરદસ્ત ઈનીંગ્સથી ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારતીય મહિલા ક્રિકેટની ટીમે આયરલેન્ડને ૫૨ રનોથી માત આપી મહિલા ટી-૨૦ સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જે ભારતની સતત ત્રીજી જીત છે. ભારતે ન્યુઝીલેન્ડને માત આપી વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટીંગ ઉપર ઉરેલી ટીમ ઈન્ડિયાને ૧૪૬ રનનો લક્ષ્ય હતો પરંતુ આયરલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવતા માત્ર ૯૩ રન જ બનાવી શકયું હતું. ટીમ ઈન્ડિયા ૨૦૧૦ બાદ પહેલી વખત સેમીફાઈનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન મીથાલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ટોપ સ્કોરર મિથાલી મેન ઓફ ધ મેચ બની હતી.
તો રાધા યાદવ ભારતીય મહિલા ટીમની સૌથી સફળ બોલર રહી હતી. જેણે ૨૫ રન આપતા ૩ વિકેટ લીધી હતી તો દિપ્તી શર્માએ ૧૫ રન આપતા ૨ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ હરમનપ્રીતે બોલીંગ કરતા ૪ ઓવરમાં ૧૦ રન દેતા એક વિકેટ મેળવી હતી. તો પુનમ યાદવે ભારતની બીજી સફળતા અપાવી હતી ત્યારે ભારતીય ટીમની અનુભવી બેટસમેન મીથાલી રાજ અને સ્મૃતિ મેઘાનાએ ઓપનીંગમાં ઉતરતા ટીમ ઈન્ડિયાને જીત હાંસલ થઈ હતી.