ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલરને‘બેક પેઇને’ આઉટ કરી દીધો
આઇપીએલમાં પણ ત્રણ ટીમમાં રમી ચુકયા છે: જહોનસન
ઓસ્ટ્રેલીયાના બોલર મિશેલ જ્હોનસને ક્રિકેટ ક્ષેત્રમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાઇટ હેન્ડેડ તેજ બોલર જ્હોનસન ઇન્ટરનેશલ ક્રિકેટને ત્રણ વર્ષે પહેલા જ અલવિદા કરી ચુકયા છે. તેમણે કહ્યું કે તેઓ હવે ક્રિકેટ ક્ષેત્રમાંથી સંપૂર્ણ સન્યાસ લઇ રહ્યા છે. કેમ કે તેમની શારીરિક સ્થિતિ નબળી છે. ઇગ્લેન્ડની સામે અશેશ સીરીઝમાં જબદસ્ત બોલીંગના પ્રદર્શનના કારણે જ્હોનસનને લાંબા સમય સુધી યાદ કરાશે.
૩૬ વર્ષીય આ ખેલાડીને ગત મહિને ૨૦-૨૦ બિગબૈશ લીગની ટીમ પર્થ સ્કોરચર્સ છોડી દીધી હતી પરંતુ તેણે ઇન્ડીયનન પ્રીમીયર લીગ છે અન્ય ધરેલું ટી-૨૦ ટુર્નામેન્ટ રમવાની ના નહોતી પાડી. જ્હોનસનને એક ન્યુઝ વેબસાઇટમાં લખ્યું હવે બધુ ખતમ થઇ ગયું છે.
મે મારી છેલ્લી બોલીંગ કરી દીધી છે. મારી અંતિમ વિકેટ પણ લઇ લીધી છે. આજે હું ક્રિકેટના બધા જ ક્ષેત્રોમાંથી સન્યાસ ની ઘોષણા કરું છું. લગાતાર ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલ ફેકનાર જ્હોનસન વધુમાં ઉમેર્યુ કે મેં દુનિયામાં રમાતી બધી ટી-૨૦ રમવાની તૈયારી બતાવી હતી.
પરંતુ હવે મારા શરીરે જવાબ આપી દીધો છે. મને આ વર્ષે રમાયેલ આઇપીએલ દરમિયાન બેક પેઇનની સમસ્યા થઇ હતી અને કદાચ આ એક ક્ષેત્ર સન્યાસનો સંકેત હતો. જો હું ૧૦૦ ટકા ન રમી શકુ તો ટીમને નુકશાન થાય અને સતત વધતું બેક પેઇન મને સારા પ્રદર્શનમાં બાધા રુપ નિવડે છે.
ઉલ્લેખનીય છે કે જ્હોનસનને ઓસ્ટ્રેલીયાની ૭૩ ટેસ્ટ મેચ રમ્યા છે. અને ૩૧૩ વિકેટ ઝડપી છે. તેમણે ૧૫૩ વન-ડેમાં ૨૩૯ વિકેટ તથા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૩૮ વિકેટ મેળવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લીધા બાદ તેઓ પથ સ્કોચ્ચર્સથી જોડાયા હતા તેઓ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ અને કિગ્સ ઇલેવન પંજાબ માટે રમી ચુકયા છે.