અતિથીગૃહમાં આવાસ બુકીંગના નામે રૂા.24 હજારની ઠગાઇ કરનાર બે સામે ફરિયાદ
સોમનાથ ટ્રસ્ટ અતિથીગૃહ વેબસાઇટનો દુરઉપયોગ કરી નાણા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી છેતરપીંડી કરતી બાબતે સોમનાથ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર હસ્તકના અતિથિગૃહોમાં આવાસ બુકીંગ માટે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટનો દુરઉપયોગ કરી જે નાણા પોતાના અંગત એકાઉન્ટમાં જમા કરાવી રૂ.24,195ની છેતરપીંડી આચર્યાની બે શખ્સો સામે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના ત્યારે બહાર આવી કે વિસાવદરના પ્રવાસીએ સોમનાથના મહેશ્ર્વરી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવા જે પૈસા મોકલ્યા હતા એ પૈસા અન્યે પોતાના બેંક ખાતામાં સેરવી લીધા હતા. પોલીસે આઇ.પી.સી.કલમ 406, 420 અને આઇ.ટી.એક્ટ-66(સી), 66(ડી) હેઠળ પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ.આર.એ.ભોજાણી કરી રહ્યા છે. ઢ