બેસ્ટ ટુર્સ એન્ડ ફોરકેસ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ તથા સરગમ કલબના સંયુકત ઉપક્રમે ગત તા.૩મેથી ૧૬ મે દરમિયાન યુકે તથા યુરોપના ગ્રુપ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેને કોરોના સંક્રમણના કારણે મુલતવી રાખવામાં આવ્યુ હતુ. જેના અનુસંધાને પ્રવાસ ફી ભરનાર સિનિયર સિટીઝન સભ્યો વચ્ચે અમુક ગેરસમજણ સર્જાઇ હતી, આ ગેર સમજણનો રાજકોટ પોલીસ કમિશ્નરની હકારાત્મક મધ્યસ્થી દ્વારા ઉકેલ આવી ગયો છે.
આ બાબતે કલબના સભ્યોએ રાજકોટ કલેકટર જિલ્લા પોલીસ કમિશ્નર તથા અન્ય સરકારી અધિકારીઓને તથા પ્રેસ મીડિયા અધિકારીઓને ઉભા થયેલ પ્રશ્નનું નિરાકરણ લાવવા આવેદનપત્ર આપેલ અને સનિયર સિટીઝન સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપી ઉચિત ન્યાય મળે તેવો રસ્તો કાઢી આપવા રજૂઆત કરી હતી.
આવેદન પત્ર મળતાં રાજકોટ કલેકટર તથા પોલીસ કમિશનર અગ્રવાલ આ પ્રશ્ર્નોના નિરાકરણ માટે આ બાબત પોતાની દેખરેખ હેઠળ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ગઢવી સોપી હતી. તેમણે સભ્યો તથા બેસ્ટ ટુર્સ એન્ડ ફોરકસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેકટર્સ દિપકભાઇ અને વત્સલભાઇને સાંભળી સમજી, યોગ્ય પેપર તપાસી અને બંને પક્ષો વચ્ચે સરળ તથા સરસ સમાધાન કરાવ્યુ છે. હકીકતમાં સભ્યોએ ચૂકવેલ એડવાન્સની રકમમાંથી એરલાઇન્સ, વિઝા તથા ફોરેન હોટલ માટે સપ્લાયર્સને ચુકવેલ મોટી રકમ ક્રેડિટ સેલ રૂપે ભવિષ્યમાં વાપરી શકાય તેવી ક્રેડિટ નોટ તરીકે જમા કરી લેવામાં આવેલ હોવાથી બેસ્ટ ટ્રાવેલ્સ આ રકમ પરત આપી શકે તેમ ન હોવાથી લાખો રૂપિયા ખવાઇ ગયાની શંકા ઉપજેલ ઉપરોકત રોકાયેલ ડિપોઝિટની રકમમાંથી ભવિષ્યમાં જયારે પણ અને જેટલી પણ રકમ જો પરત આવે તો તે પ્રમાણિકતાથી દરેક મેમ્બર વચ્ચે વહેંચી દેવાની આ સાથે દીપકભાઇ કારીઆએ બાહેંધરી આપી છે. ઉપરોકત તમામ અધિકારીઓની દરમ્યાનગીરીથી બંને પક્ષો વચ્ચેની ગેરસમજણ દુર થયેલ છે અને ઉભા થયેલ પ્રશ્ર્નોનું સુખદ સમાધાન થયુ છે એમના યોગ્ય અને ત્વરિત નિર્ણય માટે દરેક અધિકારીઓ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે.
ઉપરોકત બાબતે સુખદ સામાધાન થતાં હવે સભ્યોને તેમની ભરેલ ડિપોઝિટ માંથી મળવાપાત્ર રકમ તુરંત જ પરત મળશે તથા જયારે પણ ભવિષ્યમાં યુરોપ પ્રવાસમાં જવું હોય તો બેસ્ટ એન્ડ ફોરેકસમા દીપકભાઇ કારીઆનો સંપર્ક સાધી સભ્યોને સહર્ષ જોડાઇ શકશે તેવી અપીલ કરી છે જે સભ્યોએ પણ સહર્ષ સ્વીકારી હતી.