વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા અફઘાનીસ્તાનમાં ફસાયેલા

ભારતીયો નાગરિકોને વતન પરત લાવવાના અભિયાનને નામ અપાયું

અફઘાનીસ્તાનમાંથી અમેરિકન દળોની વાપસી બાદ ભારતીય નાગરિકોને વતન લાવવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનને આજે વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા ઓપરેશન દેવશક્તિ નામ આપ્યાની જાહેરાત કરી હતી. અફઘાનીસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવાની અભિયાનમાં જોડાયેલાં ભારતીય વાયુદળના વિમાનો મારફત નાગરિકોને કાબુલ સલામતરીતે સ્વદેશ લાવવામાં આવી રહ્યાં છે.

પ્રથમ તબક્કામાં જ વાયુ દળનું એફ-17 વિમાનમાં 150થી વધુ ભારતીય નાગરિકોને લઇને કાબુલથી દિલ્હી આવેલા વિમાનનું જામનગરમાં પ્રથમ લેન્ડીંગ થયું હતું અને ભારતીયોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરથી આ વિમાનમાં દિલ્હી જવા રવાના થયું હતું. મોટા પ્રમાણમાં હજુ ભારતીયો નાગરિકો અફઘાનીસ્તાનમાં હોય  મિશન દેવશક્તિ છેલ્લાં ભારતીયને સ્વદેશ લાવવા સુધી ચલાવવામાં આવશે.

છેલ્લા કેટલાંક સપ્તાહમાં અફઘાનીસ્તાનની બગડતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે તાલીબાનના શાસનથી નાગરિકોને બચાવવા અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોની મદદ લઇ પોતાના નાગરિકોને પરત લાવવાનું શરૂ કર્યું છે. પ્રથમ ચરણમાં 300 નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા હતાં. બીજા દિવસે નેપાળી અને ભારતના વિમાનોએ આ અભિયાનમાં સંયુક્ત કાર્યવાહી હાથધરી હતી. અફઘાનીસ્તાનમાંથી ભારતીયોને વતન લાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.