આંશિક ટીકાકરણ અંતર્ગત રપ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ ભારત સરકારના મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમની શરુઆત કરાઇ હતી. મિશન ઇન્દ્રધનુષ એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત નવ બિમારીઓ જેમ કે ડિપ્થેરીયા, કાલીખાસી, ટેટનસ, પોલીયો, ટીબી, ખસરા રુબેલા, અને હેપેટાઇટીસ-બીનું રસીકરણ કરવામાં આવ્યું મિશન ઇન્દ્રધનુષથી ૨૦૨૦ સુધી પૂર્ણ રસીકરણનુ લક્ષ્યાંક છે.
આ અંતર્ગત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બધા બાળકોને પૂર્ણ રસીકરણ માટે રર ઓકટોબરે મીશન ઇન્દ્રધનુષ અભિયાન ચલાવવામાં આવશે.સંઘ પ્રદેશના બાળકોમાં સ્વાસ્થ્ય સુધાર એ પરિવાર કલ્યાણ વિભાગની પ્રથમ પ્રાથમીકતા છે આ માતા અને બાળકના મૃત્યુ દરને રોકવા માટે ચલાવવામાં આવતા અભિયાનનો મહત્વનો ભાગ છે.
મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ દ્વારા બે વર્ષના દરેક બાળક તેમજ સગર્ભા સ્ત્રી સુધી આ રસીકરણ પહોચાડવાનો લક્ષ્યાંક છે.આ અંગે સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગના નિર્દેશક ડો. વી.કે. દાસે કહ્યું કે સંપૂર્ણ રસીકરણ દરેક બાળકનો અધિકાર છે.