ઢાંકણકુંડા ગામના યુવાનો દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં એક સરસ મજાનો અભિયાન ચલાવવામાં આવે છે જેનું નામ છે ” મિશન ગ્રીનરી” અભિયાન ચલાવવામાં આવે છે.
જે અંતર્ગત ગામનાયુવાન મિત્રો ભેગા થઈને એક મંડળ બનાવવામાં આવ્યું છે જે મંડળ નું કાર્ય ગામને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવે છે…
દર વર્ષની માફક આ વર્ષે પણ ગામના દીકરીબા અને નિવૃત્ત ટી.પી.ઈ.ઓ. બહેનશ્રી મમતાબેન ચૌહાણના માર્ગદર્શનથી યુવાન મિત્રો દ્વારા ગામમાં રોડની બન્ને સાઈડ તથા મામાદેવ ના મંદિરે લીમડો, વડ, કરંજ, મહુડો, શિશમ, ઉમરો, પીપર , ગરમાળો , ગુલમોહર, આમળા વગેરે વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના વડીલ નાગરિકો, ( જેઓએ ગામના વિકાસ માટેના ખૂબ પ્રયત્નો કરેલ) માજી સરપંચ મુકેશભાઈ શેલાણા, હાલના સરપંચશ્રી, શાળાના શિક્ષકશ્રીઓ તથા પંચાયત સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.