વિવિધ સ્કુલોની ૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ મેળવી સ્વરક્ષણની તાલીમ
અખિલ વિદ્યાર્થીઓ પરિષદ રાજકોટ દ્વારા મિશન સાહસી કાર્યક્રમ અંતર્ગત વિવિધ કેમ્પસોમાં બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેને લઇ આજે રાજકોટના ડુંગર દરબાર ગ્રાઉન્ડ ખાતે મેગા ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની અલગ અલગ સ્કુલો અને કોલેજોની કુલ ૯૫૦ જેટલી વિદ્યાર્થીઓ એ સ્વ. રક્ષણના દાવપેચનો ડેમો આપ્યો હતો. તેમજ ચાર કરાટે ગર્લ્સએ નળીયાને હાથ, કોણી અને માથા થી ફોડીને બીજી છોકરીઓએ સ્ત્રી શકિતનું પ્રદર્શન કરાવ્યું હતું. તેમજ તે છોકરીઓએ કિક મારીને ઘડાઓ ફોડીને પણ સ્ત્રી શકિતનું પ્રદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, એબીવીપીના ક્ષત્રીય સંગઠન મંત્રી સરેન્દ્રજી નાયક, મોહીતસિંહ જાડેજા સહીતના એબીવીપી ના કાર્યક્રરો અને વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
મોહીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું એબીવીપી રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી સંભાળ્યું છું આજે મિશન સાહસી કરીને મેગા ડેમોસ્ટ્રેશનનું એબીવીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજથી એક વર્ષ પહેલા મુંબઇ માં લગભગ સાત હજાર બહેનોએ સ્વરક્ષણની તાલીમ આપવાનું શરુ કરવામાં આવ્યું હતુ:. સમગ્ર ભારતભરમાં આ અભિયાન એબીવીપી દ્વારા ચાલુ કરીને લગભગ ૮ લાખ જેટલા બહેનો પોતાની સ્વ રક્ષણ માટે કાબીલ બને એના માટે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટમાં પણ એબીવીપી દ્વારા તા.૪ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી અને ૧૧ ફેબ્રુઆરીથી ૧પ ફેબ્રુઆરી એમ બે તબકકામાં ટ્રેનીગ સેશન કરવામાં આવ્યા. આજે વિવિધ કોલેજોમાંથી તાલીમ આપેલી બહેનો આજે મેગા ડેમોસ્ટેશન માં આવી છે. તે કાર્યક્રમમાં મેયર, સંગઠન મંત્રી સહીતના મહાનુભાવો હાજર હતા.
આ ડેમોસ્ટ્રેશનમાં સમાજમાં આવારા તત્વો વધી ગયા છે. આ આવારા તત્વોને જવાબ આપવા માટે ભારત એવો દેશ છે જેમાં વિરાંગના લક્ષ્મીબાઇએ પણ જન્મ લીધો છે. આમા બહેનો કેવી રીતે સક્ષમ બને સશકિતકરણ આવે એવો હેતુ હતો તે માથાની પીનનો પણ કઇ રીતે ઉપયોગ કરી શકે એ પણ શિખવવામાં આવ્યું હતું. આ મેગા સ્ટેશનમાં કરાટે લેવલના સામાન્યથી સામાન્ય દાવ થી લઇને સ્વરક્ષણના તમામ દાવ શીખવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ર૦૦૦ થી વધુ બહેનોએ ટ્રેનીંગ લીધેલી છે અને આ મેગા ડેમોસ્ટ્રેશનમાં ૯૫૦ જેટલી બહેનોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમ છેલ્લા એક વર્ષથી કાર્યરત કરવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં પણ આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે.
રંગાણી દીધીતીએ જણાવ્યું હતું કે, મે કરાટાની પુરી ટ્રેનીંગ લીધેલી છે પરંતુ મારી સાથે અત્યારે કોઇ બીજી છોકરીઓ જે મારી સાથે ટ્રેનીંગ લે છે એની સામે કોઇપણ આવે તો એ ખુબ સરળતાથી એમને પાડી શકે છે. કારણ કે કરાટામાં ડોન્ફીડન્સ છે. રાજકોટમાં ગર્લ્સ માટે સેફ છે. પરંતુ બીજા શહેરમાં જાશે તો પણ તેઓ સ્વ. રક્ષણ કરી શકશે અને કોઇની મદદની પણ જરુર નહી પડે.
કરાટાની ટ્રેનીંગ બધી છોકરીઓ માટે લેવી જોઇએ એવું મારું માનવું છે. પાનસુરીયા દ્રષ્ટિએ જણાવ્યું હતું કે, હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતી ત્યારથી હું કરાટા કરું છું અત્યારે માટે પાંચ વર્ષ થયા છે આ કરાટે શીખું છું. કરાટા શીખવા મારા માટે ખુબ અધરા હતા કરાટાથી ખુબ જ પાવર મળે છે. અને કોન્ફીડન્સ પણ મળે છે જેથી હું સમાજમાં કોઇપણ સામે કોન્ફીડન્સ કેળવી શકું છું.