પરિવર્તનનું પ્રથમ પગથિયું
મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સેવા, ખેડૂત અને ખેતી, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, અર્થ વ્યવસ્થા, સામાજીક ન્યાય, યુવા અને રોજગાર, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓનો સમાવેશ: પ્રજાલક્ષી સ્વચ્છ અને કાર્યદક્ષ સરકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી
ખેડૂતોના દેવા માફ, મિલકત વેરા હાફ જેવી યોજનાઓ મૂકવાનો સંકલ્પ
અબતક-રાજકોટ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસે દ્વારકાધીશના સાનિધ્યમાં યોજાયેલી ચિંતન શિબિરના સમાપન અવસરે કોંગ્રેસ દ્વારા “પરિવર્તનનું પહેલુ પગથિયું” મિશન-2022 અંતર્ગત વિવિધ મુદ્દાઓને આવરી લેતું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તમામ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી અભ્યાસ દ્વારા યોગ્ય યોજનાઓનું મૂલ્યાંકન કરી સમયાંતરે કોંગ્રેસ દ્વારા જનતા સમક્ષ મુકવામાં આવશે. પ્રજાના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી પ્રજાલક્ષી અને કાર્યદક્ષ સરકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરાય હતી.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ત્રણ દિવસની ચિંતન શિબિરના સમાપન પ્રસંગે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મહિલા સુરક્ષા અને સશક્તિકરણ, શહેર વિસ્તારોની સમસ્યા, શ્રમિકોની સમસ્યા, સામાજીક ન્યાય, યુવા અને રોજગાર, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, અર્થ વ્યવસ્થા સહિતના મુદ્ાઓને આવરી લેતુ એક સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. જેમાં બિન સાંપ્રદાયિકતા, સામાજીક ન્યાય, સંસદીય લોકશાહી, સ્વંતત્રતા, અધિકારી આધારિત અભિગમ, સમાનતા, અહિંસા, પ્રગતીશીલ વિચારધારા, મોંઘવારી, શિક્ષણ, ખેડૂત અને ખેતી, આરોગ્ય સેવાનો સમાવેશ કરાયો છે.
મોંઘવારીમાંથી મુક્તિ આપવા માટે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત રૂપિયા 500થી વધુ ચુકવવી ન પડે તે સુનિશ્ર્ચિત કરાશે. રહેણાંકના વીજબિલમાં વપરાશ આધારિત મફ્ત અથવા રાહત દરે વીજળી આપવાની જોગવાઇ કરવામાં આવશે. મિલકત વેરો, વ્યવસાય, પાણી વેરાના દરોમાં ઘટાડો કરી નાગરિકો મોંઘવારીમાંથી રાહત અપાશે. ગુજરાતની જનતાને મોંઘવારીનાં મારથી મુક્તિ અપાવવા અન્ય ક્ષેત્રોમાં સંશોધન કરીને આગામી દિવસોની યોજનાઓ બનાવવામાં આવશે.
શિક્ષણના વ્યાપારીકરણ થકી થતા શોષણમાંથી વાલીઓને મુક્તિ આપવા માટે પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી “મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલ” મોડલ શિક્ષણ સંકુલ સ્થાપવામાં આવશે. ક્ધયાઓ માટે સ્નાતક સુધી શિક્ષણ મફ્ત આપવામાં આવશે. આરટીઇ શિક્ષણનો અધિકાર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. રોજગારલક્ષી શિક્ષણના અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
વર્તમાન સરકારની ખેડૂત વિરોધી નીતીઓના કારણે દેવાદાર બનેલા ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપવા. ‘ખેડૂતના દેવા માફ અને વીજળી બીલ હાફ’ યોજના અમલ કરવામાં આવશે. વર્તમાન જમીન માપણી તાત્કાલીક ધોરણે વહેલી કેબીનેટ મીટીંગમાં રદ્ કરવામાં આવશે. તમામ ખેતપેદાશોની ચુસ્તપણે ટેકના ભાવે (MSP) ખરીદી કરવામાં આવશે. દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂિ5યા સબસીડી આપવામાં આવશે. ખેતીના ઓજારો, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પરનો જીએસટી રદ કરવા કેન્દ્ર સરકાર પર દબાણ કરાશે.
રાજ્યની કથળી ગયેલ આરોગ્ય સેવાને સુદ્રઢ કરવા માટે, સમગ્ર રાજ્યના તમામ પીએચસી, સીએચસી સરકારી દવાખાનાનું આધુનિક અને પર્યાપ્ત સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે. તમામ સ્તરે ડોક્ટરો, સુપર સ્પેશ્યાલીટી ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ ભરતી કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં વોર્ડ કક્ષાએ ‘સેવા, નિદાન, સારવાર’ આપતા ‘ત્રિરંગા ક્લીનીક’ સ્થાપવામાં આવશે. રાજ્યના એક લાખથી વ્યક્તિદીઠ હાલની બેડ વ્યવસ્થા બમણી કરવામાં આવશે. કોવિડના તમામ મૃતક પરિવારજનોને ચાર લાખની સહાય તુરંત પૂરી પાડવામાં આવશે. કોવિડમાં સરકારી કર્મચારીઓ, કોરોના વોરીયર્સ નિધન થયું હોય તે પરિવારને એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે.
ગુજરાતની મહિલા સ્વાભિમાન, સ્વાવલંબન, શિક્ષા, સમ્માન, સુરક્ષા અને આરોગ્યને સુનિશ્ર્ચિત કરવા માટે નક્કર પગલા ભરવામાં આવશે. “બેટી બચાવો બેટી પઢાવો” માત્ર જાહેરાતો સુધી સીમિત ના રાખીને ખરા અર્થમાં તે દિશામાં પગલા ભરાશે. મહિલાઓને કુપોષણમાંથી મુક્તિ અને મહિલા સ્વરોજગાર માટે વિવિધ યોજનાઓ દ્વારા સશક્ત ગુજરાતના નિર્ધાર માટે નીતિ લવાશે.
ભાજપ સરકારની અણઘડનીતિ, ભ્રષ્ટાચારી રીતરસમાંથી નગરો, મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામમાં ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ માટે પાયાની સુવિધાઓ સુનિશ્ર્ચિત કરાશે. સાથોસાથ શહેરીજનો સંતુલિત વિકાસ માટે ઇન્ટીગ્રેટેડ પોલીસી રજૂ કરાશે. શહેરી નાગરીકો માટે પ્રફૂલિત જીવન ધોરણ માટે નિષ્ણાતોના સહયોગથી વિશેષ નીતિ ઘડાશે. શહેરી વિસ્તારોની પ્રદૂષિત નદીઓ સાબરમતિ, તાપી, વિશ્ર્વામિત્રી સહિતની નદીઓના શુદ્વિકરણ માટે અને વાયુ પ્રદૂષણમાંથી મુક્તિ માટે પારદર્શક નીતિ લવાશે. પ્રોપર્ટી ટેક્ષ સહિતના તમામ ભારે કરવેરાનું મૂલ્યાંકન કરીને કરમાળખું સરળ કરાશે.
ભાજપ સરકારની નીતિઓને લીધે રાજ્યના યુવાનોનું શોષણ થઇ રહ્યું છે ત્યારે આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્વતિ નાબૂદ કરાશે. મોંઘવારીના દર સાથે લઘુત્તમ વેતન સુનિશ્ર્ચિત કરાશે. આંગણવાડી, આશાવર્કરો, મધ્યાહન ભોજનના કર્મચારીઓને શોષણમાંથી મુક્તિ આપીને તેમના વેતનમાં લઘુત્તમ વેતન લાગૂ કરાશે અને જે કર્મચારીના પરિવર્તનનું પ્રથમ પગથિયું 10 વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા હશે તો તેઓને કાયમી કરાશે.
વર્ષે 10 લાખ નવી રોજગારીની તકોનું સર્જન કરાશે. જરૂરીયાતમંદ પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે “ન્યાય યોજના” અંતર્ગત વાર્ષિક 70 હજાર રૂપિયાની સીધી મદદ કરવામાં આવશે. જૂની 2004ની પેન્શન યોજના પુન:લાગૂ કરવામાં આવશે. અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી માટે ફાળવેલા નાણા સંપૂર્ણપણે તેજ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે. જંગલના જમીનના કાયદાનું સંપૂણપણે અમલ કરવામાં આવશે. વિવિધ સામાજીક સુરક્ષા યોજનાઓને પારદર્શકતા સાથે અમલ કરવાનું સુનિશ્ર્ચિત કરાશે. ગુજરાતના 1600 કી.મી.ના દરિયાની સુરક્ષા અને ત્યાં વસતા પરિવારોને શિક્ષણ, આરોગ્ય, ઘરનું ઘર સહિત અનેક પ્રશ્ર્નો અંગે ભાજપા સરકાર કુભકર્ણની નિંદ્રામાં ઉંઘી રહી છે. દરિયા ખેડૂતે (માછીમાર)ને તમામ પ્રકારની સુરક્ષા આપવાને બદલે માત્ર જાહેરાત કરવામાં આવે છે. જળ, જંગલ અને જમીન પોતાના માનીતા ઉદ્યોગગૃહોને નજીવા પૈસે સોંપી દઇને રાજ્યની તિજોરીને અને ભાવી પેઢીને ભારે નુકશાન ભાજપ સરકાર કરી રહી છે ત્યારે સાગર ખેડૂતોને તમામ સ્તરે ન્યાય આપવા વિશેષ નીતિ લાગૂ પડાશે.
ભાજપની ખોટી નીતિના કારણે બેરોજગારી આસમાને છે ત્યારે યુવાનોને રોજગારી મળે અને નવી તકોનું સર્જન થાય તે માટે 10 લાખ નવી નોકરીઓનું સર્જન કરાશે. સરકારના વિવિધ વિભાગોમાં 5 લાખથી વધુ ખાલી જગ્યાઓને ભરવા માટે “સમયબદ્વ રીતે ભરતી કેલેન્ડર” જાહેર કરવામાં આવશે. ભાજપના શાસનમાં સરકારી ભરતીમાં થયેલી ગેરરીતી, પેપર ફૂટવાની ઘટનાઓ અંગે હાઇકોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ તપાસ પંચની નિમણૂંક કરીને સંડોવાયેલા સામે કડક પગલા ભરવાનું સુનિશ્ર્ચિત કરવામાં આવશે.
રાજ્યમાં ગામથી લઇને ગાંધીનગર અને શહેરથી લઇને સચિવાલય સુધી વાપેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકારી હિસાબમાં 100% પારદર્શિતા લાગૂ કરવામાં આવશે.
બેફામ બનેલ અમલદાર શાહીને લગામ લગાવવા માટે કડક પગલાં લેવામાં આવશે અને ભાજપના કુસાસનમાં અત્યાર સુધી તમામ ભ્રષ્ટાચારની તપાસ કરીને જવાબદારો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ સરકાર મોટા ઉદ્યોગપતિઓને છાવરવાની નીતિઓને કારણે ગુજરાતની કરોડરજ્જુ સમાન લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ પાયમાલ થઇ ગયા છે. ગુજરાતની આ ધરોહરને સજીવન કરવા માટે ચોક્કસ નીતિ ઘડવામાં આવશે.
ભાજપાની જનવિરોધી નીતિઓને કારણે ઉભી થયેલી અસામાનતાની ખાઇને દૂર કરવા માટે ઠોસ પગલા ભરવામાં આવશે. રાજ્યના નાના વેપારી ઉદ્યોગને ટેક્સ ટેરેરીઝમાંથી મુક્તિ અપાવીને ઘર માળખાને સરળ બનાવવામાં આવશે.
ગુજરાતમાં રાહુલને સેનાપતિને બદલે સૈનિકો મળશે ખરા?
કોંગ્રેસમાં કાર્યકર છે જ નહી બધા નેતા જ છે? આ વાત રાહુલ પણ જાણી ગયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારકા ખાતે યોજાયેલી ત્રણ દિવસનીક ચિંતન શિબિરમાં શનિવારે બીજા દિવસે કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ એવી ટકોર કરી હતી કે માત્ર એસીમાં બેસી કામ કરનાર નેતાઓની મારે જરૂર નથી માટે સેનાપતિ નહી સૈનિકો જોઈએ છે ગુજરાતમાં કોંગ્રેસમાં કોઈ જ કાર્યકર નથી બધા નેતાઓ છે. આ વાત લોકમુખે ચર્ચાય રહી છે. જે વાત હવે રાહુલ પણ જાણે જાણી ચૂકયા હોય તેવું લાગી રહ્યું છે.
રાહુલે ભલે એવી ટકોર કરી હોયકેમારે સેનાપતિ નહી સૈનિકની આવશ્યકતા છે. પરંતુ જે રિતે હાલ કોંગ્રેસની સ્થિતિ છે તે જોતા એવું લાગતુ નથી કે તેઓને રાજયમાં પાયાના કાર્યકર મળે હાલ કોંગ્રેસ સતત તૂટી રહી છે. ત્યારે રાહુલ સામે મોટો પડકાર કોંગ્રેસને તુટતી બચાવવી છે. કોંગ્રેસે વર્ષો બાદ ચૂંટણી લક્ષી તૈયારીઓ ગંભીરતાથી કરી છે. પરંતુ તે પરિણામ લક્ષી બને તે જરૂરી છે.