ભાજપની હરિફાઈ કરવા માયે કોઈપણ પાર્ટીએ 50 થી 60 વર્ષની તપસ્યા કરવી પડશે: અમદાવાદમાં ભાજપના રાજકીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું નિવેદન
સાબરમતી ગાંધી આશ્રમની મૂલાકાત લીધી: ‘કમલમ’ ખાતે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, મંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી પક્ષ ભાજપના મોટા નેતાઓનાં ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસની ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. સવારે તેઓનું એરપોર્ટ પર આગમન થતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના સંગઠનના હોદેદારો તથા હજારો કાર્યકરોએ તેઓનું જાજરમાન સન્માન કર્યું હતુ.
એરપોર્ટ પર કાર્યકરોને ટુંકા સંબોધનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે એવું સ્પષ્ટ જણાવી દીધું હતુ કે ગુજરાતમાં પટેલ અને પાટીલના નેતૃત્વમાં ભાજપ આગળ વધશે.
અમદાવાદ એરપોર્ટ પર કાર્યકરો દ્વારા કરવામાં આવેલા જાજરમાન સન્માન કરવામાં આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગદગદીત થઈ ગયા હતા તેઓએ એરપોર્ટ ખાતે કાર્યકર્તાઓને કરેલા ટુંકા સંબોધનમાં જણાવ્યું હતુ કે વહેલી સવારમાં કાર્યકરો દ્વારા આટલા જોશ સાથે કરવામા આવેલુ સન્માન વાસ્તવમાં મારૂ નહી પરંતુ ભાજપની વિચારધારાનું સન્માન છે.
સવારને ઉઠીને આવી જજો તેકહેવું સહેલું છે પણ કરવું અધરૂ છે આવું અન્ય કોઈ બીજા સંગઠનમાં શકય નથી તેઓએ ઉમેર્યું હતુ કે હમણાં જ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ચર્ચા કરતો હતો કે અમારો મૂકાબલો કરવો હોય તો કોઈપણ રાજકીય પક્ષે 50 થી 60 વર્ષની તપસ્યા કરવી પડશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે.
હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.તેઓએ ભારપૂર્વક એ વાત જણાવી હતી કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપ આગળ વધશે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પણ ભાજપ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લડશે તેવા સંકેતો ભાજપ અધ્યક્ષે આપી દીધા છે. તેઓએ એવાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાજપે કયારેય સમાધાનકારી વલણ અપનાવ્યું નથી ભાજપેપોતાના વલણમાં ફેરફાર કરવાની કોઈ આવશ્યકતા પણ નથી.
એરપોર્ટથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સિધા સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોચ્યા હતા.
ત્યાં તેઓએ પૂ.બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સવારે 10.30 થી 11.30 સુધી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેઓ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યો, સાંસદ સભ્ય, મંત્રી મંડળના સભ્યો, ભાજપના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાપાલિકાઓનાં પદાધિકારીઓ પૂર્વ સાંસદ, અને પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા, પુરૂષોતમભાઈ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમા તેઓએ ભાજપના આગેવાનોને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો મળે તે માટે તનતોડ મહેનત સાથે અત્યારથી કામે લાગી જવા તાકીદ કરી હતી.દરમિયાન બપોરે ગુજરાત યુનિવર્સિટી ક્ધવેશન હોલ ખાતે ભાજપના કાર્યાકતાઓનાં સંમેલનમાં તેઓએ હાજરી આપી હતી અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતુ બપોર બાદ તેઓ વડોદરા ખાતે વ્રજધામ હવેલીખાતે વૈશ્ર્નવ સમાજના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન સાંજે 7.45 કલાકે ગાંધીનગર સ્થિત મૂખ્યમંત્રીના સરકારી નિવાસ સ્થાને પ્રદેશ કોર કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યો સાથે બેઠક યોજશેઅને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આજે ગુજરાતની એક દિવસની મૂલાકાત દરમિયાન ભાજપના કાર્યકરોને ચૂંટણી માટેનોબૂસ્ટર ડોઝ આપી દીધો છે. સાથે સાથે એવાત પણ કિલયર કરી દીધી છે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મેદાનમા ઉતરશે અને પાટીલ ભાઉ જ સંગઠનના બોસ રહેશે.