100 ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇને જઇ રહેલી એક બોટ ગુમ થઇ ગઇ છે. ભારતીય પોલીસનું અનુમાન છે કે, આ બોટ ન્યૂઝીલેન્ડ તરફ જઇ રહી હતી. પોલીસને આ લોકોની 70થી વધુ બેગ મળી છે. મોટાંભાગના લોકો નવી દિલ્હી અને તામિલનાડુથી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોટ પર મોજૂદ લોકો ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. આ બોટ 12 જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી નિકળી હતી. આ મામલે બે અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે અને નવી દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારી વીજી રવિન્દ્રને જણાવ્યું કે, બોટમાં સવાર લોકોની 70થી વધુ બેગ મળી આવી છે. જેમાંથી 20થી વધુ ઓળખપત્રો પણ મળ્યા છે. પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ બેગમાં કપડાં અને ડ્રાય ફ્રૂટ જેવો સામાન મળ્યો છે. એટલે કે, લોકો લાંબી યાત્રાની તૈયારીના હેતુથી નિકળ્યા હતા.