રસી આવશે એટલે અમે આપશું: અધિક્ષકનું ગાણું
કેન્દ્ર સરકાર દ્વારા મોટા ઉપાડે કોરોની ત્રીજી લહેરથી બચવા પ્રિકોશન ડોઝ ફ્રીમાં આપવામાં વાત કરી શહેરમાં ગઇકાલે બપોર રસી ખુટી પડતા લોકોની પરેશાની વધી હતી.
બે દિવસ પહેલા શહેરની સીવીલ હોસ્પિટલ અને અર્બન ઓફીસે કેન્દ્ર સરકારના આદેશથી રસીનો પ્રિકોશન ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત મોટા ઉપાડે કરવામાં આવી હતી પણ માંડ બે દિવસ ચાલે તેટલો અગાઉના રસીના ડોઝ પડયા હતા તેમાંથી ગાડુ ગબડાવ્યું.
રવિવારે પણ રસી આપવાનું બંધ રહેતા સોમવારે લોકો રસી લેવા આવતા બપોર બાદ બેની જગ્યાએ રસીનો જથ્થો ખુટી પડતા લોકોને ભારે મુશ્કેલી ઉભી થઇ હતી.
આ અંગે સિવીલના અધિક્ષક ડો. ખ્યાતિ કેશવાલનો સંપર્ક કરતા ઉપરથી ડોઝ આવ્યા નથી નું ગાણુ ગાઇ આવશે ત્યારે ફરી પાછા લોકોન ડોઝ આપશું તેમ જણાવેલ હતું.