Missiles: આજકાલ વિશ્વના ઘણા દેશો મહાસત્તા બનવા માંગે છે. આ માટે ઘણા દેશો દ્વારા ખતરનાક મિસાઈલો વિકસાવવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે કેટલીક એવી મિસાઈલો વિકસાવી છે જે તેને ‘સુપર પાવર’ દેશ બનાવે છે.
3 મિસાઈલો ભારતને ‘સુપર પાવર’ દેશ બનાવશે?
01 અગ્નિ-5 મિસાઇલ:
આ મિસાઇલ ભારત દ્વારા વિકસિત જમીન આધારિત પરમાણુ MIRV-સક્ષમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે. તે પોતાની સાથે અનેક પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે. તેની રેન્જ 7000 કિલોમીટરથી વધુ હોવાનું કહેવાય છે.
02. બ્રહ્મોસ મિસાઇલઃ
બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તેને સબમરીન, જહાજ, એરક્રાફ્ટ અથવા તો જમીન પરથી પણ લોન્ચ કરી શકાય છે. તેનો ઉપયોગ ભારતની ત્રણેય સેનાઓ કરે છે. આ મિસાઈલ એટલી ખતરનાક છે કે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી.
03. K-5 (બેલિસ્ટિક મિસાઇલ):
K-5 એ સબમરીનમાંથી છોડવામાં આવેલી વિશ્વની સૌથી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ છે, જેને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસાવવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળ હાલમાં K4 મિસાઇલો તૈનાત કરે છે. જેની રેન્જ 3500 કિલોમીટર સુધીની છે.