કાલથી ભાજપ દ્વારા શહેરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન શરૂ થશે
આવતીકાલે 16 જુનથી સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહયો છે તે અંતર્ગત ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર.પાટીલજીના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાશે તે અંતર્ગત આવતીકાલે સવારે 10:30 કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહરે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ અને શહેર ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે
તેમજ શહેરના વિવિધ મોરચાઓને પણ શહેરના મુખ્ય ચોક જેમકે મોલ, બસ સ્પોટ, રેલ્વે સ્ટેશન, મુખ્ય બજારો, માં જઈ શહેરની જનતાને પ્રાથમિક સદસ્ય બનાવાશે તેમજ યુવા મોરચા ધ્વારા શહેરના શૈક્ષ્ાણીક સંકુલો, નવા મતદારો અને યુવાનોને સભ્ય બનાવવામાં આવશે તેમજ શહેર ભાજપના આગેવાનો ધ્વારા વિવિધ સમાજના આગેવાનોને ,સંસ્થાના હોદેદારોને, નામાંક્તિ કલાકારો, સી.એ, વકીલ, ડોકટરો, ઉદ્યોગપતીઓને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારત ના સપનાને સાકાર કરશે તેમજ મોબાઈલ નં. 787818ર18ર ઉપર મીસ્ડકોલ કરી શહેરના તમામ નાગરીકો ભારતીય જનતાના પ્રાથમિક સદસ્ય બની શકશે.
આ સદસ્યતા અભિયાનના ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંયોજક તરીકે જીતુ કોઠારી, સહ સંયોજક તરીકે નિતીન ભુત, હાર્દીક બોરડ જવાબદારી સંભાળશે. એમ ં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયું છે.