મિસ યૂનિવર્સ 2018 સ્પર્ધામાં ભાગ લીધેલ ભારતની નેહલ ચુડાસમાંટોપ-20માં તેની જગ્યાબનાવી શકી નથી. બેંગકોકમાં આયોજિત આ સ્પર્ધામાં ફીલીપાઈન્સની કેટરિઓના ગ્રે મિસયૂનિવર્સ 2018 બની છે.
આ સ્પર્ધામાંદક્ષિણ આફ્રિકાની ટેમરિન ગ્રીન ફર્સ્ટ રનર અપ અને વેનેઝુએલાની સ્થેફની ગુટરેજસેકન્ડ રનર અપ બની છે. નેહલ ટોપ-20માંપણ તેની જગ્યા બનાવી શકી નથી. તેના કારણે ભારતીય ફેન્સ ખૂબ નારાજ થયા છે.
રેડ કલરના હાઈસ્લિટ ગાઉનમાં મિસ યૂનિવર્સનો તાજ પહેરીને કેટરિઓના ગ્રે ખૂબ એક્સાઈટેડ હતી. મિસયૂનિવર્સ 2017 ડેમી લેનેલ-પીટર્સે તેને આ તાજ પહેરાવ્યો હતો.
ટોપ 20માંઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝીલ, કેનેડા, કોસ્ટા, રિકા, કુરાકો, ગ્રેટબ્રિટન, હંગરી, ઈન્ડોનેશિયા, આયરલેન્ડ, જમૈકા, નેપાલ, ફીલીપાઈન્સ, પોલેન્ડ, પ્યૂટરેરિકો, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, અમેરિકા, નેવેઝુએલા અને વિયેતનામના સ્પર્ધક સામેલ થયાહતા. આ શોનું આયોજન 5 વારએમી અવોર્ડ જીતી ચૂકેલા સ્ટીવ હાર્વીએ કર્યું હતું.