સુરેન્દ્રનગર જીલ્લામાં સુર સાગર વઢવાણ દ્વારા હાલમાં દુધ સંજીવની યોજના માટે મા ટેન્ડર બાર પાડવામાં આવેલ હતા. તેમાં ગાંધીનગર થી સાયલા- નોલી, ગાંધીનગર થી ચોટીલા – આણંદપુર,ગાંધીનગર થી શાપર-થાન, ધ્રાંગધ્રા-સીતાપુર, ગાંધીનગર થી લખતર તથા ગાંધીનગરથી પાટડી, દસાડા, માલવણ તથા ડેપાથી અંતરીયાળ ગામો સુધી લઇ જવા માટે પણ ટેન્ડર બાર પાડવામાં આવેલ હતા તે ટેન્ડર ઓન લાઇન હતા. ટેન્ડર ભરવાની તા. ૧૦/૯/૨૦૧૮ થી ૨૪/૯/૨૦૧૮ સુધી હતી.
ખોલવાની તારીખ ૨૭/૯/૨૦૧૮ હતી. જેન કોન્ટ્રાકટરને બોલવામાં આવેલ હતા. કોઇ કારણસર તે દિવસે ટેન્ડર ખોલવામાં આવેલ ન હતા. કોન્ટ્રાકટને અંદર બેસવા દેવામાં આવેલ ન હતા. બધી પ્રોસેસ અધિકારીઓએ અંદર સેમ્બર માજ કરી હતી. નિયમ પ્રમાણ કોન્ટ્રાકટરની સામે જે ટેન્ડર ખોલવાના હોય છે.
પેલા ડોકયુમેન્ટ વેરીફાઇ કરી પછી જે લોકોના ડોકયુમેન્ટ પુરા હોય તેના જ ભાવ ઓનલાઇન ખોલવાના હોય છે. એના બદલે બધાય ના ભાવ ખોલી નાખવામાં આવેલ હતા.
આ પ્રકારે દુધ સંજીવની યોજનામાં ટેન્ડરમાં આચરાયેલી ગેરરીતીથી કોન્ટ્રાકટરોએ કલેકટરને આવેદન આપી રજુઆત કરી છે.