- સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા અંતર્ગત આવતા 146 લાભાર્થીઓએ સરકારની સહાય લઈને પણ મકાન ન બનાવ્યા
- આવાસ યોજનામાં ગેર વહીવટને પગલે સરકારનું લાખો રૂપિયાનું નુકસાન
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં ગરીબોને છત મળી શકે, તેના માટે વર્ષોથી સરકારો યોજનાઓ ચલાવતી રહી છે. પહેલા ગામોમાં ગરીબીને મકાન અપાવવા માટે ઈન્દિરા આવાસ યોજનાના નામથી એક કાર્યક્રમ ચલાવાતો હતો. વર્ષ 2016માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કરી દેવાયું. સરકારનું લક્ષ્ય છે કે, વર્ષ 2022 સુધી દેશના બધા બેઘરોને છત મળી જાય.તેવો પ્રયાસ સરકાર દ્વારા કરવા માં આવ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત અનેક લોકોને પોતાનું પાકું મકાન મળ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં આવતા વિસ્તારોમાં પણ આ મકાન બનાવવા માટેની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે અને અનેક લોકોને કાચા મકાન માંથી પાકું મકાન સરકારી યોજનાના લાભ અંતર્ગત મળ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે ખુલ્લો પ્લોટ અથવા મકાન હોય તો સરકાર પાકું મકાન બનાવવા માટે ની સહાય ચૂકવે છે ત્યારે આ સહાયપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે સહાયતા મળે છે,
તેની ચૂકવણી ચાર હપ્તામાં કરવામાં આવે છે. તેનો હપ્તો પાયો નાખતી વખતે, બીજો હપ્તો નિર્માણ 50 ટકા કામ થવા પર, ત્રીજી કિંમત 80 ટકા નિર્માણ થવા પર અને ચોથો હપ્તો બાંધકામ પૂરું થવા પર મળે છે. જો લાભાર્થી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘરમાં શૌચાલયનું નિર્માણ પણ કરે છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં કાચા મકાનોમાં અને ઝુંપડા બાંધી અને વસવાટ કરતા લોકોને પોતાનું મકાન છત વાળું મળ્યું છે પરંતુ આ યોજનાનો લાભ લાભાર્થીઓને મેળવ્યો છે
તેનાથી વધુ ગેરલાભ અનેક લાભાર્થીઓને મેળવ્યો છે સરકારી યોજના નો ગેર લાભ મેળવી અને લાખો રૂપિયાની ઉચાપત સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અંતર્ગત આવતા વિસ્તારોમાંથી વઢવાણ જોરાવરનગર રતનપરની સહિતના 146 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો ગેરલાભ ઉઠાવ્યો છે.