સોશિયલ મીડિયાનો વાયરલનો ‘વાયરસ’ ગળું ટુપી રહ્યો છે !!!
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચુડે વ્યક્ત કરી પોતાની વ્યથા
અમેરિકન બાર એસોસિએશન ઇન્ડિયા કોન્ફરન્સ માં ઉપસ્થિત રહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચુડે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર જે ભ્રામક સમાચારો સતત વહેતા થયા છે તે સત્યનું ગળું ઘોટી રહ્યું છે એટલું જ નહીં સોશિયલ મીડિયાના વાયરલનો વાયરસ પણ અત્યંત જોખમી સાબિત થયો છે. તેઓએ જણાવ્યું કે આ ઝડપી સમયમાં લોકોની સહનશક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે એટલું જ નહીં જે ધીરજ હોવી જોઈએ તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર તેઓને ત્વરિત જ સાચી કે ખોટી માહિતી મળતી રહે છે અને તેના ભાગરૂપે તેઓ તે જ વસ્તુ અથવા તો માહિતીને સાચી માની લે છે પરંતુ તેઓને ખ્યાલ હોતો નથી કે આ વિગત સાચી છે કે ભ્રામક છે.
ચીફ જસ્ટીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારો મંતવ્ય જો કોઈ વ્યક્તિને ગમતો ન હોય તો તે તમને ગમે ત્યારે ટ્રોલ કરી શકે છે. હાલ સોશિયલ મીડિયાના યુગમાં બ્રાહક સમાચારો સતત રહેતા થયા છે અને તેની ખરાઈ પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી પરિણામે જે ભરોસો ઉદ્ભવિત થવો જોઈએ તે થઈ શકતો નથી. ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં જે રીતે સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જે કેસોની સુનવણી કરી તેના મારફતે સુપ્રીમકોર્ટ હવે છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર જો અંકુશ લાદવામાં આવશે તોજ જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના ઉપર નિયંત્રણ લદાસે. કારણ કે હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે બ્રામક સમાચારોને લોકો સત્ય માની લે છે અને તેનથી વિકટ પરિસ્થિતિ ઉભી થાય છે.