સંઘ સુપ્રીમોએ સમાજની એકતા અખંડીતતા અને ભારતને વિશ્ર્વગુરુ બનાવવા સંદેશો આપ્યો છે: કશ્પય શુકલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ ચાલક ડો. મોહન ભાગવતના પંડિત અંગેના નિવેદનનું મીડિયાએ ખોટુ અર્ચઘટન કર્યુ છે. વાત્સવમાં પંડિત શબ્દનો અર્થ બ્રાહ્મણ નહી પરંતુ વિદ્વાન થાય છે તેમ રાજકોટના બ્રહ્મ સમાજ આગેવાન કશ્યપભાઇ શુકલએ જણાવ્યું છે.

તેઓએ ઉમેર્યુ હતું કે, મુંબઇ ખાતે ફેબ્રુઆરી ના રોજ સંત શિોરમણી રૈદાસની જન્મ જયંતિ પ્રસંગે ડો. મોહન ભાગવતે આપેલું નિવેદન ‘સત્ય એ છે કે હું બધા પ્રાણીઓમાં સમાનરુપથી નિવાસ કરૂ છું’ નામ રુપ કોઇપણ હોય, પરંતુ યોગ્યતા માન- સન્માન એક છે.  જાત-પાતના કોઇ ભેદ નથી. શાસ્ત્રોનાં આધારે પંડીતો (વિદ્વાનો) જે કહે છે (જાતિ આધારિત  ઉચ-ની) એ જુઠ છે.

તેઓ પોતાનું વકતવ્ય મરાઠીમાં આપતા હતા. ખાનગી ન્યુઝ ચેનલોએ અનુવાદમાં ભૂલ કરેલ અને પંડીત શબ્દનો અર્થ બ્રાહ્મણ ચલાવ્યો. જે ભૂલ જે તે મિડીયા બોડકાસ્ટર્સે સ્વીકારેલી છે. અહી પંડિત શબ્દનો અર્થ વિદ્વાન થાય છે. બ્રાહ્મણ નહિ. ડો. ભાગવતે અહી બ્રાહ્મણ શબ્દનજો ઉલ્લેખ પણ કરેલ નથી. આથી આવા મીડીયાના ખોટા અર્થઘટનમાં ન આવતા ડો. ભાગવતએ સમાજની એકતા અખંડીતા અને ભારતને વિશ્ર્વગુરુ બનાવવાનો જે સંદેશ સમાજને આપ્યો છે. તે અનુસરવા તમામ જ્ઞાતિ બંધુઓને અનુરોધ કશ્યપભાઇ શુકલ દ્વારા કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.