ભારતે પ્રથમ બેટિંગ કરતાં 209 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું પરંતુ ભારતીય બોલર્સ તેનો બચાવ કરી શક્યા નહીં: હાર્દિકના અણનમ 71 એળે ગયા

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટી20 મેચની સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 209 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું પરંતુ ભારતીય બોલર્સ તેનો બચાવ કરી શક્યા નહીં. કંગાળ બોલિંગ-ફીલ્ડિંગે ભારતીય ટીમને હાઈસ્કોરિંગ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને મળેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ બોલર્સ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમે સારું પર્ફોર્મ કર્યું હોવાનું કબૂલ્યું હતું. આ સાથે જ રોહિતે કહ્યું હતું કે ’અમારે બોલિંગમાં પોતાની ભૂલો સુધારવા પર કામ કરવું પડશે.

મેચ બાદ રોહિત શર્માએ નિરાશા જાહેર કરતાં કહ્યું હતું કે ’મને નથી લાગતું કે અમે સારી બોલિંગ કરી. 200નો બચાવ કરવા માટે આ સ્કોર સારો છે અને મેદાનમાં અમે તે તકનો લાભ ઉઠાવી શક્યા નહીં. અમારા બેટ્સમેન તરફથી સારો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બોલર્સે ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ એવી વાત છે, જેના પર અમારે ધ્યાન રાખવાની જરૂર છે, પરંતુ તે સમજવા માટે કે શું ખોટું થયું? આ અમારા માટે એક સારી તક છે’. કેપ્ટને આગળ કહ્યું હતું કે ’અમે જાણીએ છીએ કે આ હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે.

તેવા મેદાન પર 200નો સ્કોર પણ તમે આરામથી કરી શકતા નથી. અમે કેટલીક હદ સુધી વિકેટ લીધી, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ હકીકતમાં સારું રમી. તેમણે કેટલાક અસામાન્ય શોટ્સ ફટકાર્યા. જો હું તે ચેન્જિંગ રૂમમાં હોત તો કુલનો પીછો કરવાની આશા રાખત. તમે અંતિમ 4 ઓવરોમાં 60 રન સરળતાથી બચાવી શકતા હતા. રોહિત શર્માએ હાર માટે છેલ્લી 4 ઓવરમાં બોલિંગનો અભાવ ગણાવ્યો હતો. ’છેલ્લી ઓવરમાં વિકેટ ન લઈ શકવી તે ટર્નિંગ પોઈન્ટ હતી, જો અમે વધુ એક વિકેટ લીધી હોત તો પરિસ્થિતિ અલગ હોત. તમે દર વખતે 200 રન બનાવી શકતા નથી, તમારે સારી બેટિંગ કરવાની જરૂર પડે છે. હાર્દિક પંડ્યાએ ખરેખર સારી બેટિંગ કરીને અમને 208 સુધી પહોંચાડી દીધા. અમારે આગામી મેચ પહેલા બોલિંગ પર ખાસ ધ્યાન રાખવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.