ગંભીર ગેરશિસ્તના કારણે રાષ્ટ્રીય શિબિરમાંથી પડતી મુકાયેલ નામાંકિત કુસ્તીબાજ ફોગાટ બહેનોએે પુન:પ્રવેશ કરવાનો કોઈ મોકો પ્રાપ્ત કરવા માટે તેઓની ગેરહાજરી બાબતે ખુલાસો કરવાનો રહેશે, એમ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (ડબ્લ્યુ. એફ. આઈ.)એ તેમાંથી એક બબિતાએ પોતે ઈજાગ્રસ્ત હોવાના કરેલા દાવા બાદ કહ્યું હતું.
પોતાની જીવનકથા પર દંગલ નામની ફિલ્મ બનાવવામાં આવ્યા પછી લોકોની માનીતી બનેલ કોમનવેલ્થ રમતોત્સવની ચંદ્રક વિજેતા ગીતા અને બબીતા, બંનેને તેઓની નાની બહેનો રિટુ તથા સંગીતા જોડે લખનઊમાં હાલમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય શિબિરમાંથી બરતરફ કરાઈ હતી.ફેડરેશને આ માટે તેઓની બિનખુલાસાપાત્ર ગેરહાજરીનું કારણ આપ્યું હતું.
“રાષ્ટ્રીય શિબિર માટે પસંદગી પામતા કુસ્તીબાજોએ ત્રણ દિવસના સમયમાં હાજર થવાનું રહે છે અને તેઓને જો કોઈ સમસ્યા રહેતા તેઓએ કોચ જોડે ચર્ચા કરવાની રહે છે, એમ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરન સિંહે કહ્યું હતું.
ફેડરેશનના આવાં પગલાંના કારણે તેઓ સામે આગામી એશિયાઈ રમતોત્સવ માટે આ મહિને યોજાનારી ટ્રાયલ માટે પણ પ્રતિબંધ મૂકી શકાશે.એશિયાડનું આ વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈન્ડોનેશિયામાં આયોજન થનાર છે. સિંહે કહ્યું હતું કે કુસ્તીબાજો તેઓની ગેરહાજરી બદલ જો સંતોષકારક ખુલાસો કરતા તેઓ પરથી પ્રતિબંધ ઉઠાવી લઈ શકાશે.
બબીતાનો સંપર્ક સાધવામાં આવતા તેણે ફેડરેશન તરફથી હજી સુધી કોઈ કારણદર્શાવ નોટિસ ન મળી હોવાનું અને પોતાની ગેરહાજરી માટે ઈજાનું કારણ દર્શાવ્યું હતું. પોતાની બહેનો રિતુ અને સંગીતા માટે બબીતાએ કહ્યું હતું કે તેઓ રશિયામાં ટ્રેનિંગ કરવા જવા પોતાના વિઝાની રાહ જોઈ રહ્યા હતા કે જે વાતની ફેડરેશનને ખબર હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,