- કલાકાર:ટીયા બાજપાઈ, દર્શક કુમાર, ચંદન રોય સાન્યાલ, પ્રિયાંશુ ચેટરજી, સ્વાનંદ કિરકિરે
- ડાયરેકટર:શાંતિ ભૂષણ
- ફિલ્મ ટાઈમ: રોમેન્ટિક ક્રાઈમ થ્રિલર
- ફિલ્મની અવધિ:૨ કલાક ૧૯ મિનિટ
- સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
- રેટિંગ:૫ માંથી ૨ સ્ટાર
સ્ટોરી
ફિલ્મ મિર્ઝા જુલિયટ હિન્દુ ગર્લ અને મુસ્લિમ બોયની લવસ્ટોરી છે. જુલિયટ (ટીયા બાજપાઈ) અલ્લ્ડ ક્ધયા છે. તે ત્રણ ભાઈની એકની એક બહેન છે. જુલિયટની સગાઈ તેની મરજી વિરુઘ્ધ બદમાશ રાજનેતા વીર પાંડે (સ્વાનંદ કિરકિરે)ના બેશરમ ભાઈ રાજન પાંડે (ચંદન રોય સાન્યાલ) સાથે કરી દેવામાં આવે છે. રાજન જુલિયટ સાથે ફોન પર ગંદી અને અશ્લીલ વાતો કરે છે જે જુલિયટને જરાય પસંદ નથી. અહીંથી કહાનીમાં ટિવસ્ટ આવે છે. જુલિયટનો બાળપણનો દોસ્ત મિર્ઝા (દર્શકકુમાર)ની એન્ટ્રી થાય છે. જુલિયટ મિર્ઝાને ચાહે છે. અહીંથી જુલિયટ અને મિર્ઝાની લવસ્ટોરી શ‚ થાય છે. દરમિયાન મંગેતર તરીકે રાજન જુલીયર સાથે જબરદસ્તી કરે છે. જુલિયટ આ હરકતને રેપ ગણાવીને રાજન સામે પોલીસ ફરિયાદ કરવા જાય છે. આગળ શું થાય છે. શું જુલિયટ રાજન સામે બદલો લે છે ? જુલિયટ અને મિર્ઝા એક થઈ શકે છે ? તે જાણવા તમારે ફિલ્મ મિર્ઝા જુલિયટ જોવી પડશે.
એક્ટિંગ:
ફિલ્મ મિર્ઝા જુલિયટમાં ટીયા બાજપાઈ, દર્શક કુમાર અને ચંદનરોય સાન્યાલ એ ત્રણ કલાકારોને સૌથી વધુ ફુટેજ મળ્યું છે. તેમણે પોતાનું કામ ઠીક ઠાક કર્યું છે. જુલિયટ તરીકે ટીયા પ્રભાવશાળી છે. તેને આપણે અગાઉ વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મમાં જોઈ ચુકયા છીએ. દર્શક કુમારને આપણે ફિલ્મ મેરી કોમમાં મેરી (પ્રિયંકા ચોપરા)ના પતિની ભૂમિકામાં જોઈ ચૂકયા છીએ. ફિલ્મ સરબજીતમાં પણ તેની નાનકડી ભૂમિકા હતી. વિલનના રોલમાં ચંદનરોય સાન્યાલ ધ્યાન ખેંચી જાય છે. ડાયરેકશન: ડાયરેકટર શાંતિ ભૂષણે ફિલ્મ મિર્ઝા જુલિયટની સ્ક્રિપ્ટ, સ્ટોરી અને ડાયલોગ્સ લખ્યા છે. તેમણે આ સ્ટોરી ઉતરપ્રદેશની પૃષ્ઠભૂમિ પર ફિલ્માવી છે. આથી કેરેકટર્સની બોલી (ભાષા) પણ યુ.પી.ના ભૈયા જેવી છે. શાંતિભૂષણે બનાવેલી ફિલ્મ મિર્ઝા જુલિયટ રેગ્યુલર બોલીવુડ લવ સ્ટોરી જેવી છે. નથિંગ ન્યૂ. સ્ટોરીમાં નવીનતા નથી. ટૂંકમાં નવી બોટલમાં જૂનો શરાબ પીરસવામાં આવ્યો છે. ફિલ્મનો સેક્ધડ હાફ એટલે કે ઈન્ટરવલ પછીનો ભાગ બોર કરે છે. કેમ કે, ખોટો ખેંચવામાં આવ્યો છે. ફિલ્મમાં નોવેલ્ટી અને એકસાઈટમેન્ટ મિસિંગ છે.
મ્યુઝિક:
અગાઉ આ કોલમમાં લખી ગયા તેમ અગર ફિલ્મની રીલીઝ પહેલા તેનું મ્યુઝિક હીટ થઈ ગયું હોય તો કામ આસાન થઈ જાય છે પરંતુ સોરી, મિર્ઝા જુલિયટના કિસ્સામાં એવુ બન્યું નથી. ફિલ્મનું મ્યુઝિક નવોદીત સંગીતકાર ક્રિશ્ર્ન સોલોએ તૈયાર કર્યું છે. આ ફિલ્મનું એક પણ ગીત જાણીતું નથી. જેથી મ્યુઝિક ડીપાર્ટમેન્ટ તરફથી ફિલ્મને કોઈ જ મદદ મળી શકી નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીક છે.કોરીયોગ્રાફી ૯૦ના દાયકાના કોરીયોગ્રાફર ચીન્ની પ્રકાશ- રેખા પ્રકાશ અને સ્ટેનલી ડીકોસ્ટાની છે.
ઓવરઓલ:
ફિલ્મ મિર્ઝા જુલિયટ એક એવરેજ ફિલ્મ છે. જેને ઓપનિંગ ખૂબ જ નબળું મળ્યું છે. આ ફિમ જોવાય તો ઠીક, ન જોવાય તો પૈસા બચ્યા !