સૌરાષ્ટ્રનું પાટનગર રંગીલું રાજકોટ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે. ર4 કલાક જાગતુ આ શહેર રાજાની કુંવરીની માફક દિવસે વિકાસ ન કરે તેટલો રાત્રે અને રાત્રે વિકાસ ન કરે તેટલો દિવસે વિકાસ કરી રહ્યું છેજો કોઇ વ્યકિત સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની મુલાકાત બે ચાર વર્ષ ન લે અને પછી આ શહેરમાં કદમ મૂકે તો તેના દિલો દિમાગમાં શહેરનો જે નકશો હોય તેનાથી અલગ સ્થિતિ સામે આવીને ઉભી હોય આત્મ સાથે વાતો કરતા બિલ્ડીંગો આંખોને આંજી દે તેવી ઝળહળતી રોશની, સ્પોર્ટસ કોમ્પલેકસ, વિશાળ રોડ આ સિટીનો સ્માર્ટ ગીરીને નિખારી રહી છે.
જાુના રાજકોટ અને નવા રાજકોટને જોડતા કાલાવાડ રોડને ગૌરવ પથ જાહેર કરાયો છે આ બિરૂદ ખરેખર કાલાવાડ રોડને શોભે છે. આ તસ્વીર સ્માર્ટ સિટીની છબીને ઉજાગર કરવા માટે પુરતી છે રાજકોટ શા માટે રંગીલુ અને સ્માર્ટ છે તે ખુદ તસ્વીર બોલી રહી છે.