કટોકટી દિવસ અંતર્ગત કટોકટી સમયના મીસા કાયદાના પીડિતોને સન્માનવાના ભાગરૂપે શહેર ભાજપ ધ્વારા મીસાવાસીઓ  નું ઘરે જઈ સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તે અતંર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ધ્વારા શહેરના પૂર્વ પ્રમુખ, મીસાવાસી તેમજ જનસંઘના અગ્રણી જીતુભાઈ શાહનું સન્માન કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશ હુંબલ તેમજ વોર્ડ નં.10ના પ્રમુખ રજનીભાઈ ગોલ તેમજ સ્થાનીક અગ્રણીઓ અને પરીવારજનો ઉપસ્થિત રહયા હતા.

25 6 MISAVASI SANMAN

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે તા.રપ- જૂનનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભારતના ઈતિહાસમાં સૌથી કાળા અનેક કલંક્તિ દિવસ તરીકે નોંધાયો છે. કેમ કે આ જ દિવસે લોકશાહીની હત્યા કરી દેવામાં આવી હતી. કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ રપ જૂન-197પની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી અને દેશની તમામ સતા પોતાના હાથમાં લઈ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.