યુએસએના ટેનેસિસના ઝૂમાં જન્મેલા જીરાફનું નામકરણ કરવા લોકો પાસેથી નામ મંગાવ્યા
સમગ્ર વિશ્વ અને પૃથ્વી કુદરતની મહેર ઈચ્છાથી ચાલી રહી છે ત્યારે કુદરતની કરામત પણ એટલી જ અકલ્પ્ય છે કે જેને કોઈ પણ વ્યક્તિ ન સમજી શકે. આવી જ એક ઘટના અમેરિકાના ટેનેસીસ ઝુમાં જોવા મળી જ્યાં દુર્લભ માદા જિરાફનો જન્મ થયો. ત્યાં સુધી લોકો પોતે જિરાફને જ જોઈ લો હોય છે પરંતુ આ ઝુમા સ્પોટેડ વગરનો જિરાફનો જન્મ થયો છે. જે બાદ લોકોમાં કુતુહલ પણ જોવા મળ્યું છે. એટલું જ નહીં ઝુનું સંચાલન કરતા લોકોએ માદા જિરાફ ના નામકરણ માટે નામ પણ મંગાવ્યા છે. આ માદા જિરાફ વિશ્વની પ્રથમ જિરાફની પ્રજાતિ છે કે જેમાં સ્પોટ નથી જે હાલ માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
છ ફૂટ ઊંચાઈ સાથે જ માદા જીરાફનો જન્મ થયો છે. દરેક જીરાફમાં અલગ અલગ પેચ જોવા મળતા હોય છે. પરંતુ આ માદા જીરાફમાં પેચ નથી.
તું સામે ખતરા ની વાત તો એ છે કે છેલ્લા ત્રણ દાયકામાં જિરાફની વસ્તીમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આ વન્ય જીવ સૃષ્ટિને બચાવવા લોકોએ અને વન્ય વિભાગ એ આગળ આવવું જરૂરી છે. આ તો સાથ વન્યજીવ સૃષ્ટિને પ્રેમ કરતા લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે જિરાફ કંઝર્વેશન માટે તેઓ આર્થિક રીતે પણ આગળ આવે થી આ વન્ય જીવનું સરક્ષણ કરી શકાય