આપણે ચમત્કારનું નામ તો સાંભળ્યું જ હશે પણ આજના ઘોર કળિયુગમાં ક્યાય પણ ચમત્કાર જોવા મળતા નથી. પરંતુ અમેરિકાના એક સંશોધનમાં એક એવી વસ્તુ મળી આવી છે.જેને સાંભળીને તમે પણ ચોંકી જશો તો જાણીએ શું છે એ ઘટના….
યુ.એસ. ફ્લોરિડામાં બાયોલોજિસ્ટે પોતાના સંશોધન માટે એક માછલીને પકડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જ્યારે તે માછલી તેમના હાથમાં આવી હતી જ્યારે ત્યારે માછલીની અંદર કઇંક એવું જોવા મળ્યું જેના કારણે તેના હોશ ઊડી ગયા. તેઓ જ્યારે માછલીના ટિશૂ સેમ્પલ લઈ રહ્યા હતા ત્યારે તેના પેટની અંદરના કઈક અલગ હલચલ ચાલી રહી છે તેવું લાગ્યું. ત્યારબાદ તેના પેટની અંદર જ્યારે જોવામાં આવ્યું ત્યારે જીવિત કાચબો મળી આવ્યો.
ફ્લોરિડાના ફિશ એન્ડ વાઈલ્ડલાઈફ કંઝર્વેશનના બાયોલિજિસ્ટ દ્વારા જાણવા મળ્યું છે,કે તેઓ સંશોધન માટે માછલી પકડવા ગયા હતા. એવરગ્લેડ્સમાં એરબોટમાં જઈને તેઓએ ઘણી માછલીઓ પકડી લીધી અને બીજા દિવસે તેમનું પરીક્ષણ કરી રહ્યા. વન્યપ્રાણી સંશોધન સંસ્થા સાથે મળીને કમિશને જણાવ્યું છે કે બાયોલોજિસ્ટ માછલીના પેશીના નમૂનાઓ એકઠા કરી રહ્યા હતા. રિસર્ચ દરમિયાન તેમને લાગ્યું કે માછલીના પેટની અંદર કંઇક હલનચલન થાય છે. બાયોલોજિસ્ટે માછલીનું પેટ ખોલ્યું અને અંદરથી જીવતો કાચબો મળી આવ્યો. માછલીના પેટની અંદર કાચબાને જીવંત મળવું સામાન્ય નથી. સાવચેતીથી તેને માછલીના પેટમાંથી કાચબાને દૂર કર્યો. સ્વાસ્થ્ય તપાસ કર્યા બાદ તેને પાણીમાં પાછો છોડી દેવામાં આવ્યો હતો.