કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરની આ સુંદર કામગીરી બદલ મહિન્દ્રા સમૃધ્ધિ ઇન્ડીયા એગ્રી એવોર્ડ-૨૦૧૮ દ્વારા જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાનાકાંધાસરની “બેસ્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર” તરીકે પસંદગી કરેલ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રીશ્રી રાધામોહન સિંહના હસ્તે જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીના કુલપતિશ્રી ડો. એ. આર. પાઠક, જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીનાં વિસ્તરણ નિયામક ડો. એ. એમ. પારખીયા, સંશોધન નિયામક ડો.વી.પી. ચોવટીયા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાનાકાધાંસર ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. એમ. એસ. ચાંદાવતને મહિન્દ્રા સમૃધ્ધિ ઇન્ડીયા એગ્રી એવોર્ડ-૨૦૧૮ તથા રૂ.૧ લાખ અગીયાર હજારનો રોકડ પુરસ્કાર નવી દિલ્હી ખાતે તા. ૦૬-૦૩-૨૦૧૮ ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.
જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટી દ્રારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નાનાકાધાંસર જે ખેડુતો માટે સતત કાર્યરત છે અને ખેતોપયોગી ભલામણો,માર્ગદર્શન અને માહિતી પુરી પાડે છે. નાના કાધાંસર ખાતેથી સુરેન્દ્રનગર જીલ્લા ઉપરાંત અન્ય તાલુકાના ખેડુતોને પાક સરંક્ષણ પાછળનો ખર્ચ, રાસાયણિક ઝેરી દવાઓનો ઓછા વપરાશ, પ્રથમ હરોળ નિદર્શન અંતર્ગત જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટી દ્વારા બહાર પાડવામા આવેલ છે. ચણાની નવી જાત ગુજરાત જુનાગઢ ચણા-3 ચુડા તાલુકાના કરમડ ગામના ખેડૂતોને આપવામા આવેલ જેના દ્વારા જીજેજી-3 ચણાનુ મબલખ ઉત્પાદન મેળવીને આ ચણાના બીયારણને યોગ્ય રીતે સંગ્રહિત કરી અને જરૂરિયાતવાળા ખેડૂતોને બીજનુ વેચાણ કરેલ. બીયારણ તરીકે વેચવાથી તેઓને સારી કિંમત મળી સાથે તેમના સ્થાનિક વિસ્તારમાં સારા ગુણવત્તા યુક્ત બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરેલ. જેથી કરમડ ગામનુ નામ “ગુણવત્તાયુક્ત ચણાના બીયારણ” તરીકે લોકપ્રિય થયુ અને બીજનું કેન્દ્ર તરીકે પ્રખ્યાત બન્યું છે.
આ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીના કુલપતિશ્રી ડો. એ. આર. પાઠક અને જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીનાં વિસ્તરણ નિયામક ડો. એ. એમ.પારખીયાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવેલ કે આ પુરસ્કાર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નાનાકાધાંસરના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. એમ.એસ.ચાંદાવત તથા તેમના સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વૈજ્ઞાનિકશ્રી એમ. એફ. ભોરણીયા, ડો. બી. સી. બોચલ્યા, શ્રી. ડી. એ. પટેલ, ડો. આર. પી. કાલમા, શ્રી. એમ. વી. પોકર અને શ્રી. વી. કે. ડૉબરીયા દ્વારા ખેડુતોને આપેલ માર્ગદર્શન અને પ્રયાસોનું પરિણામ છે. પ્રાપ્ત થયેલ એવોર્ડ વિજ્ઞાન કેન્દ્રના તમામ કર્મચારીગણને એનાયત કરાયો હતો. જીલ્લા ના ખેડુતો કે જેઓ સતત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સંપર્કમાં રહી વૈજ્ઞાનિકો દ્વારા સુચવેલ ભલામણો તથા માર્ગદર્શનને ઝડપી અપનાવીને ટેક્નોલોજી ને અનુકરણ કરેલ જેથી આ પુરસ્કાર જીલ્લાના ખેડુત સમુદાયને સમર્પિત કરવામા આવે છે.