૩૬ ટ્રેકટર અને બે લોડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી
જૂનાગઢ આસપાસના વિસ્તારમાં ખનીજ માફીયાઓ સક્રિય છે. વંલીની ઓઝત નદીમાં અપાયેલ લીઝને બંધ કરાવવા તાજેતરમાં ખેડૂતો અને રાજકીય આગેવાનોએ ખુબ મોટા કાર્યક્રમો આપ્યા હતા. ખાણ ખનીજ વિભાગ સક્રિય થઈ જૂનાગઢના તલીયાઘર પાસેથી ૩૬ ટ્રેકટર અને બે લોડર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગણતરીના દિવસો બાદ આમાં પકડાયેલ વાહનના માલીકોને ખાણ ખનીજ વિભાગે ૩૧ લાખનો દંડ ફટકારતા ખનીજ માફીયાઓમાં ફફડાટ સાથે ચર્ચાનો માહોલ જામવા પામ્યો છે.
આ અંગે વધુ વિગત અનુસાર ઓઝત નદીમાં અપાયેલ લીઝને બંધ કરાવવા ખેડૂતો અને રાજકીય આગેવાનો સક્રિય થયા હતા. આ લીઝને સ્ગિત કરવાના આદેશો બાદ ખનીજ વિભાગ સો રાજકારણ સક્રિય થયું હતું અને જૂનાગઢના તલીયાધાર ખાતેથી ૩૬ ટ્રેકટર અને ૨ લોડર સહિત લાખોનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો હતો. જો કે અંગત સૂત્રો ખાણ ખનીજ વિભાગની આ રેહને રાજકીય કાવા-દાવા ગણાવી રહ્યાં છે.પરંતુ ખાણ ખનીજ વિભાગની આ ઓચીંતી કાર્યવાહિી ખનીજ માફીયાઓમાં સન્નાટો છવાયો હતો.
બાતમીના આધારે આ રેડમાં પ્રાંત અધિકારી અને ગ્રામ્ય મામલતદાર અને ખાણ ખનીજ વિભાગએ સંયુક્ત દરોડો પાડી ૩૬ ટ્રેકટર અને ૨ લોડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં તમામ વાહનોને પીટીસીના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન ખાણ ખનીજ વિભાગના એ.વી.આંકોલકરના જણાવ્યા મુજબ ઝડપાયેલા વાહનો પૈકી ટ્રેકટર દીઠ ૭૨૦૦૦નો અને લોડર દીઠ ૨.૪૭ લાખનો દંડ ફટકારાયો છે. આમ અંદાજીત ૩૧ લાખનો દંડ ફટકારાયો છે. આ રકમ ભરી ૧૪ જૂને નોટિસો પાઠવી છે અને દિવસ ૫માં દંડની રકમ ભરી આપવા જણાવાયું છે અને જો ૫ દિવસમાં દંડની રકમ નહીં ભરપાઈ કરવામાં આવે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.