મંત્રાલયે થોડી જ વારમાં એકાઉન્ટને રિસ્ટોર કરી ટ્વીટ મારફતે જ જાહેર કર્યું
માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એકાઉન્ટ પરથી ‘ગ્રેટ જોબ’ની ટ્વિટ સતત થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકાઉન્ટનું નામ આપોઆપ બદલાઈ ગયું છે. પ્લેટફોર્મ પર નવું નામ ‘એલન મસ્ક’ થઇ ગયુ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ પણ હેક થયાના સમાચાર સામે આવ્યા હતા.
વડા પ્રધાન મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું અને તેના પરથી એક ટ્વિટ થયું હતું કે, ભારતે ‘બિટકોઈનને સત્તાવાર રીતે કાયદેસર કરી દીધું છે.’ બાદમાં, વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એકાઉન્ટ હેક થયાની માહિતી આપી હતી.એકાઉન્ટને તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું હતું.
પીએમઓએ કહ્યું હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું. આ મામલો ટ્વિટર પર ઉઠાવવામાં આવ્યો હતો અને તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર માહિતી અને પ્રસારણનું એકાઉન્ટ હેક થઈ ગયા બાદ ફરી તેને રિસ્ટોર કરવામાં આવી ગયું છે.