સ્વાસ્થય મંત્રાલયે હોમ આઈસોલેશન વાળા દર્દીઓ અને તેમની સારવાર કરતાં લોકો માટે પણ નિર્દેશ જાહેર કર્યા છે. બંનએ ત્રિપલ લેયર માસ્ક પહેરવું જરૂરી છે.
1) દરકે સમયે ત્રિપલ લેયર વાળુ મેડિકલ માસ્ક પહેરવું પડશે. દર 8 કલાકે તેને બદલવું પડશે. જો માસ્ક ભીનુ અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલવું પડશે.
2) માસ્કનો ઉપયોગ કર્યા પછી તેને જિસ્કાર્ડ કરતાં પહેલાં 1 ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈડથી ડિસઈન્ફેક્ટેડ કરવું પડશે.
3) દર્દીએ તેના રૂમમાં જ રહેવું પડશે, ઘરના અન્ય સભ્યોના સંપર્કમાં આવવાનું નથી.
4) દર્દીએ સતત આરામ કરવો જોઈએ અને બહુ જ વધારે પાણી અથવા પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ.
5) શ્વાસની સ્થિતિ પર નજર રાખવા માટે જે આદેશ આપવામાં આવ્યા હશે તે માનવા પડશે.
6) સાબુ-પાણી અથવા આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ સાફ કરતા રહેવું જોઈએ.
7) પર્સનલ વસ્તુઓ બીજા સાથે શેર ન કરવી.
8) રૂમમાં જે વસ્તુઓને વારંવાર અડવું પડે એવું હોય જેમકે ટેબલટોપ, દરવાજાની સ્ટોપર, હેન્ડલ તેને 1 ટકા હાઈપો-ક્લોરાઈડ સોલ્યુશનથી સાફ કરવી જોઈએ.
9) દર્દીએ ડોક્ટરના આદેશ અને દવાઓ સાથે જોડાયેલી સલાહ માનવી પડશે.
10) દર્દી પોતાની સ્થિતિને જાતે મોનિટર કરશે. રોજ શરીરનું તાપમાન માપશે, જો સ્થિતિ ખરાબ થતી લાગે તો તુરંત જાણ કરવી પડશે.