કોઈપણ ઔષધ વૈદકીય સલાહ હેઠળ લેવું જરૂરી: અરડૂસી, આદુ, તુલસી, સૂંઠ વગેરે રોજબરોજ લઈ શકાય
જે લોકોએ યોગ અને આસન અપનાવ્યા તે ખરેખર તંદુરસ્ત
અન્ય દેશોમાં ઔષધોની માંગ ઉભી થતા આયુર્વેદનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે
પ્ર. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આયુર્વેદ શું છે તેવા લોકો માટે શું કહેશો ?
જ. આયુર્વેદ આપણું પ્રાચીન શાસ્ત્ર છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ચાર વેદ છે અને તે ચાર વેદ પૈકીનો અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદ છે. આયુર્વેદની રચના ખુદ બ્રહ્માજીએ કરી હતી. લોકોના આરોગ્યની સુખાકારી માટે જ્યારે પીડિત લોકો બ્રહ્માજી પાસે જાય છે અને તેમને પ્રાર્થના કરે છે ત્યારે બ્રહ્માજી એ આયુર્વેદની રચના કરી. આવું આપણી આયુર્વેદનો ઈતિહાસ જણાવે છે.
પ્ર. આયુર્વેદ ક્યાં સિધ્ધાંત પર કામ કરે છે ?
જ. આવુર્વેદનો સિધ્ધાંત હવે ડબલ્યુએચઓ પણ સ્વીકારે છે. આપણે કહીએ છીએ કે સાવચેતી એ ઈલાજ કરતા વધારે સારી છે જે આયુર્વેદ શાસ્ત્રમાં હજારો વર્ષ પહેલા તે લખેલું છે. આયુર્વેદનું મુળ પ્રવચન એ છે કે, ‘સ્વસ્થસ્ય સ્વાસ્થય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનં’ અર્થાત સ્વસ્થ ના સ્વાસ્થનું રક્ષણ કરવું અને રોગીના રોગને દૂર કરવો. લોકોને બીમાર જ ન પડવું જોઈએ તેના માટે આયુર્વેદમાં કેટલા બધા સિધ્ધાંતો બતાવેલ છે. આપણા શરીરની પ્રકૃતિ એટલે કે, શરીરનો કોઠો દરેક વ્યક્તિની પ્રકૃતિની શું હોઈ શકે કેવા પ્રમાણે શું આહાર લેવો અને પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે દીનચર્યામાં શું ફેરફાર લાવવો તે વધુ સચોટ શાસ્ત્રમાં લખાયું છે અને પછી જો બીમાર પડી જવાય તો ચીકીત્સા પણ આપી શકાય.
પ્ર. આયુષ મંત્રાલય શું છે ?
જ. જ્યારે નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારે આયુષ મંત્રાલયની રચના કરવામાં આવી કેન્દ્ર સરકારમાં એક આયુષ વિભાગ બનાવવામાં આવ્યો. આયુષ મંત્રાલયના આયુષ વિભાગથી અમુક યોજનાની કામગીરી થઈ રહી છે. કોરોનામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ તે માટે વિવિધ માર્ગદર્શીકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે જળવાઈ રહે તે માટે નાના-નાના ઉપાયો આપવામાં આવ્યા છે.
પ્ર. આયુષ મંત્રાલય કઈ કઈ કામગીરી કરી છે ?
જ. આયુષ મંત્રાલય ગ્રામ પર ભાર મુકે છે. રાજ્યની વાત કરીએ તો ૨૦ ગ્રામ બનાવવા જઈ રહ્યાં છીએ જેની શરૂઆત પણ થઈ ગઈ છે. આયુષ ગ્રામનો હેતુ એ છે કે, સંપૂર્ણ ગ્રામ આયુષ પધ્ધતિને અનુસરે જેમાં આયુર્વેદ, યોગ અને હોમીયોપેથ પર ભાર મુક્યો છે. આયુષ પ્લાન્ટ એટલે ત્યાં યોગ પણ થાય લોકો પોતે ત્યાં તુલસી, કુવારપાઠા જેવા સાદા ઔષધી રોપે ઘરના મસાલાનો ઔષધીય ઉપયોગ કરતા થશય અને સ્વાસ્થ્ય જાળવે તેવું શીખવવામાં આવે છે દર બે મહિને કેમ્પ કરવામાં આવે છે. આ આયુષ મંત્રાલયની આયુષ ગ્રામ યોજના થઈ. એવું જ વેલનેસ સેન્ટર જે અમારી ૩૮ હોસ્પિટલમાંથી ૩૬ હોસ્પિટલમાં વેલનેસ સેન્ટર ચાલી રહ્યાં છીએ. વેલનેસનો અર્થ છે સ્વસ્થ રહેવા માટે અમારું પ્રથમ પ્રયોજન સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને વેલનેસ સેન્ટરમાં સ્વસ્થ રહેવા માટે માર્ગદર્શન આપીએ છીએ તેના માટે શું હીતકારી છે અને શું અહીતકારી તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ૧૯૦ વેલનેસ સેન્ટર ગ્રામ્યકક્ષાએ જે અનેક નાના-નાના ટાઉનપ્લેસમાં શરૂ કરવાના છે. નગરકક્ષાએ તેના માટે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી છે તે ગ્રાન્ટમાંથી ગામડામાં વેલનેસ સેન્ટર શરૂ કરી યોગ ટીચરની નિમણૂંક કરીને અને લોકો સ્વસ્થ રહે તે માટે ઉકાળા, આયુર્વેદ હોમીયોપેથી દવા પણ આપવામાં આવશે. નાનામાં નાના માણસ સુધી આરોગ્યની સુખાકારી જાળવી શકાય તેવા આયુષ મંત્રાલયના આયુષ વિભાગના પ્રયાસો છે.
પ્ર. ઘણા લોકોની માનસીકતા એવી થઈ ગઈ છે કે આયુર્વેદ ધીમુ કામ કરે છે. જેથી હોમિયોપેથીક દવા કરીએ આવી માનસીકતા દૂર કરવા માટે આયુષ મંત્રાલયના કેવા પ્રયાસો ચાલી રહ્યાં છે ?
જ. આયુર્વેદ ધીમુ કામ કરે તેવું નથી અમારા દવાખાનામાં જે દર્દીઓ આવતા હોય તે પહેલા હોમીયોપેથી કે એલોપેથી દવા લે કોઈ પણ સાયન્સનું પોતાનું મહત્વ છે. એલોપેથી ઝડપી અને અમુક અકસ્માત, હાર્ટ એટેક માટે ખૂબ ઉપયોગી ચીકિત્સા પદ્ધતિ છે. તેની જગ્યાએ આયુર્વેદ સચોટ અને ઉપયોગી છે. અમુક બીમારી ખૂબ જ ઝડપી પરિણામો આપે છે. આયુર્વેદ એ પંચકર્મની ચીકીત્સા પદ્ધતિ છે. તેના માટે શાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વસ્ત્ર ને કલર ચડાવવું હોય તો પહેલા તેને ધોવું પડે અને પછી કલરમાં બોળવામાં આવે ત્યારે તેના પર પાકો કલર બેસે છે. તેવી જ રીતે આયુર્વેદમાં પણ શરીરનું શોધન કરવામાં આવે છે. પચી જ દવા આપવામાં આવે તે ખૂબ અસરકારક સાબીત થાય છે. આયુર્વેદમાં મૂળથી રોગને કાઢવામાં આવે છે. જેવા રોગ તેટલી વાર લાગે છે કારણ કે ગુણવત્તા સાથે તે રોગને કાઢે છે.
પ્ર. એલોપેથીમાં દવા અલગ રીતે અસર કરતી હોય છે તો તેની આડઅસર કેવી રીતે થાય અને આયુર્વેદિક દવાની આડઅસર લોકોને થાય છે ?
જ. અમારે જે રસ ઔષધીઓ છષ જે યોગ્ય માત્રા અને યોગ્ય પદ્ધતિથી ન લેવામાં આવે અને સચોટ રીતે ન બની હોય તો તે લીવર અને કીડની ને ક્યારેક નુકશાન કરી શકે છે. કોઈપણ ઔષધ વૈદકીય સલાહ હેઠળ લેવું જરૂરી છે. સીવાય કે તુલસી, અરડુસી, આદુ અને સૂંઠનો રોજબરોજ ઉપયોગ કરી શકીએ છીએ.
પ્ર. શું આયુર્વેદિક દવાને ઓળખવા માટે હોલમાર્ક હોય છે ? જેથી લોકોને વિશ્ર્વાસ બેસે કે આમાં કંઈ ભેળસેળ નથી ?
જ. એફડીસીએ તેની ગુણવત્તાને પ્રમાણીત કરી આપે છે. એફડીસીએ એટલે ફૂડ એન્ડ ડ્રગ ખાતુ. ઔષધ નિયમન કચેરી આ બાબતની ચકાસણી કરતી હોય છે અને પ્રમાણીત કરે છે કે તે લેવા યોગ્ય છે કે નહીં કોઈપણ ઔષધ જાતે લેવું ન જોઈએ અમે જાહેરમાં ખુલીને કહીએ છીએ કે સૂંઠવાળુ પાણી, હર્બલ ટી જેવા ઔષધ રોજબરોજ લઈ શકાય. હરડે પણ કોઈ દિવસ નુકશાન ન કરે જ્યારે રસ ઔષધી અમારી સલાહ હેઠળ લેવી પડે.
પ્ર. કોરોના મહામારીમાં લોકો ઉકાળો પીતા થઈ ગયા છે ત્યારે આ મહામારીમાં આયુર્વેદ ક્યુ પાત્ર ભજવે છે ?
જ. અત્યારે ઘરે ઘરે આયુર્વેદ ગુંજતું થઈ ગયું છે તેની પાછળ આયુષ મંત્રાલયના જે આયુષ વિભાગ એ માર્ગદર્શિકા બહાર પાડી છે તેવી જ રીતે અમારા અગ્રસચીવના માર્ગદર્શક હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે તે પ્રમાણે લોકો તેને અપનાવતા થયા છે. અત્યારે કોઈ ચોક્કસ ઔષધ કે રસી શોધાઈ નથી. કોરોના માટે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છષ તેના પર રોગ જલ્દીથી હુમલો કરે છે. રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે અમારી સ્વસ્થ સ્વાસ્થ રક્ષણમના સિધ્ધાંતો મુજબની ઔષધીઓ સારા પરિણામ આપી રહ્યાં છે. લોકો સામેથી જ ચીઠ્ઠી લખીને કે વીડિયો દ્વારા સારો એવો પ્રતિસાદ આપી રહ્યાં છે. આયુષ મંત્રાલયનો લોકોની શક્તિ જાળવી રાખવાનો મહત્વના પાત્ર ભજવી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનને બધા રાજ્યોમાં અમલ કરવાની હતી ત્યારે આપણા ગુજરાતની સરકાર જે સકારાત્મક અભિગમ ધરાવે છે અને લોકો સુખાકારી માટે જલ્દીથી અમલવારી કરાવે છે તેમ આ બાબતમાં પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચિવ જયંતી રવી અને બીજા આઈએએસની કમીટીએ આયુર્વેદને લોકો સુધી જલ્દીથી પહોંચાડી શકે અને લોકો આયુર્વેદ અપનાવે તેનામાં જાગૃતિ આવે તેના માટે ખૂબ જ સહકાર આપ્યો છે. જેના પરિણામે ગુજરાત રાજ્યમાં સાડા ત્રણ કરોડથી વધારે હોમીયોપેથીના જે ઔષધ છે તેને ડોઝ આપી શક્યા છીએ જે આખા ભારતમાં સૌથી વધુ છે. અત્યાર સુધી એક કરોડ અને ચાલીસ લાખથી વધુ લોકોને ઔષધીય ઉકાળાનું સાત દિવસથી વધુ પાન કરાવી શક્યા છીએ અને ૮૦ લાખથી વધુ લોકોને સંશમની વટી જે ગળુ માંથી બને છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેને પહોંચાડી શક્યા છીએ. રાજ્યમાં ખૂબ જ સારૂ કામ થઈ રહ્યું છે. રાજ્ય સરકારના આયુર્વેદ માટેના આયુષ હકારાત્મક અભિગમના લીધે શક્ય બન્યું છે.
પ્ર. આયુષ મંત્રાલય દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેના વિશે વિગતવાર માહિતી આપશો ?
જ. રાજકોટ અને બીજા શહેરોમાં અમારા બેનલ લગાવવાનું શરૂ કર્યું છે. આયુષ મંત્રાલય તેવું કહે છે કે, ઠંડુ પાણી ટાળી અને ગરમ પાણી પીવું જોઈએ, દૂધમાં હળદર નાખીને પીવું અને જે ન પીતા હોય તે દિવસમાં એકવાર તો પીવુ જ જોઈએ. નાકમાં ગાયના ઘી, તલનું તેલ કે કોપરેલના ટીપા સવાર-સાંજ નાખવાથી ગળાથી ઉપરના રોગ થવાની સંભાવના ઘટી જાય છે. એક તજ નો ટુકડો, દસ પાના તુલસી, બે મરીને ઉકાળી પાંચ ચમચી સૂંઠ અથવા આદુ વાટીને એક ગલસ પાણીમાં ઉકાળી અડધો ગ્લાસ બાકી રહે તેને બંધ કરવું અને જો ટેસ્ટ ન આવે તો ગોળ અથવા લીંબુ નાખવું જોઈએ આ એક રોગ પ્રતિકારક શક્તિ માટે હર્બલ ટી છે. ચોમાસાની ઋતુમાં કોરોના સીવાય ડેન્ગ્યુ જેવા રોગ વધતા જાય છે ત્યારે હર્બલ ટી બે વાર દિવસમાં પીવાની ટેવ પાડે. આ હર્બલ ટીથી ભૂખ વધારે લાગે છે, શરીરમાં શક્તિ જળવાય છે. જેથી રોગ સામે લડવાની શક્તિ વધે છે. દિવસમાં એક થી બે વાર ગરમ પારીમાં અજમો અથવા ફૂદીનો નાખી ને નાસ લેવું જોઈએ. આવી સામાન્ય ટીપ લોકો ઘરમાં બેસીને કરી શકે છે. રાજ્ય સરકાર અત્યારે ધનવંતરી રથમાં આયુર્વેદીક અને હોમીયોપેથીક દવા આપી રહી છે. ઉકાળા, સંક્ષમની વટી, એલોપેથીની વિટામીન સીની દવા અપાઈ રહી છે. તબીબો નાનામાં નાના વિસ્તારમાં જઈને લોકોના ટેસ્ટ કરે છે. દવા આપે છે. માર્ગદર્શન લોકોને આપે છે. આયુષ મંત્રાલયને માર્ગદર્શિકા આપે છે. ખૂબ સારી કામગીરી થઈ રહી છે ત્યારે આપણે પણ આપણા ઘરમાં જેટલું ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ.
પ્ર. આજના સમયમાં લોકોની દીનચર્યા બદલાઈ ગઈ છે તો આટલા જે રોગો થઈ રહ્યાં છે તેની પાછળનું કારણ અને જવાબદાર દીનચર્યાને કહી શકાય ?
જ. આયુર્વેદમાં દીનચર્યાની રૂપરેખા આપવામાં આવી છે. કેટલા વાગ્યે ઉઠવું વહેલા ઉઠવું ખૂબ જ જરૂરી છે રાત્રે મોડે સુધી જાગીએ ત્યારે શણીરમાં વાયુની વૃદ્ધિ થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં અસર થાય છે જેની ભવિષ્યમાં સાંધાના દુ:ખાવા વગેરે તકલીફ આવી શકે છે. સવારે દાતણ કરવું જોઈએ. દાતણમાં એક પ્રકારના રસ હોય છે દાત અને પેઢા માટે જરૂરી છે. સમયસર ભોજન કરવું ખુબ જરૂરી છે. બહારના ખાદ્ય પદાર્થને ટાળવું જોઈએ. લોકો મોડે સુધી જાગીને નાસ્તા કરે તે તેમના આરોગ્ય માટે સારૂ નથી. ઋતુચર્યામાં આહાર વિહાર બદલવું પડે છે. શિયાળામાં જે મસાલેદાર ખાતા હોય તે ગરમીમાં ન ખાઈ શકાય ભેજવાળી ઋતુમાં તુલસી અને હર્બલ ટી લેવું જોઈએ. આવી માહિતી આયુર્વેદમાં આપવામાં આવી છે અમે પણ ઈચ્છીએ છીએ કે લોકો સામાન્ય સીધ્ધાંતોથી વાકેફ થાય તેને અપનાવે અને સ્વથ રહે.
પ્ર. દીનચર્યામાં યોગ નિયમીત કરવામાં આવે તો તેનું મહત્વ કેટલું અને તેનાથી લોકોને કેટલા ફાયદા ?
જ. યોગ પણ આયુર્વેદની જેમ જ આપણું શાસ્ત્ર છે. બહારના પશ્ર્ચિમના દેશો એ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરીને ગૌરવ અપાવ્યું છે. વિશ્ર્વભરમાં ૮૫ દેશોમાં ઉજવણી થ, રહી છે. યોગ એટલે આસન નહીં પણ યોગથી સ્વાસ્થ જળવાય મન અને શરીરનું આયુર્વેદમાં સ્વાસ્થની વ્યાખ્યા આપી છે. ‘સમદોશ સમાગ્નીસ્ચ સમધાતુ મલફય પ્રસન્નઆત્મેન્દ્રીય મન સ્વસ્થ ઈત્યેભીધીયતે દોષ એટલે પીત હોય, ધાતુ એટલે રસ, માસ, રક્ત હોય. જાડા માણસે આયુર્વેદમાં સ્વસ્થ ન ગણાય અગ્ની એટલે આપણી ભુખ પણ વધારે ન હોવી જોઈએ. આત્મા ઈન્દ્રીયે એટલે ગ્નાનેન્દ્રીય અને કર્મેન્દ્રીય છે. મન પ્રસન્ન હોય તો જ આપણે સ્વસ્થ રહી શકીએ. યોગમાં જે યમનીયમ બતાવ્યા છે તે અપનાવીએ તો શારીરિક સ્વાસ્થયની સાથે સામાજીક સ્વાસ્થ પણ જળવાશે. એવી જ રીતે આસન એવી ક્રિયા છે જેનાથી અંતરસ્ત્રાવી ગ્રંથીઓ પર અસર થાય છે. આપણા શરીરના નિયમન માટે અંતર સ્ત્રવો પેદા કરે છે જેથી આપણું શણીર સમતુલીત રહે છે જે લોકોએ યોગ અને આસન અપનાવ્યું છે તે ખરેખર તંદુરસ્ત છે. તેવી જ રીતે પ્રાણાયમ પણ જરૂરી છે. પ્રાણાયમ પણ જુદા પ્રકારના છે. આપણા મગજથી લઈને શ્ર્વસન તંત્ર સુધી અસર કરે છે. જો આપણે પાંચ મિનિટ પણ ઊંડા શ્ર્વાસ લઈ શકીએ તો પ્રાણાયમની સાથે ધ્યાન પણ લઈ શકીએ છીએ જો આસન, યોગ, પ્રાણાયમ અને ધ્યાન રોજ અપનાવીએ તો માનસીક અને શારીરિક સંતુલન જળવાઈ રહે જેની અસર આપણા ધંધા અને નોકરી પર પડે છે. જો યોગથી સામાજીક સ્વાસ્થય, માનસીક અને શારીરિક સ્વાસ્થ જળવાતું હોય તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે યોગ અપનાવવું જોઈએ.
પ્ર. આયુર્વેદના ભવિષ્ય વિશે શું કહેશો ?
જ. કોરોનામાં જે રીતે મંત્રાલય માર્ગદર્શિકા બહાર પાડી રાજ્ય સરકારે આયુષને જે રીતે પ્રાધાન્ય આપ્યું છે તેની વર્તમાનકાળ ઉજ્જવળ છે. બહારના દેશોમાંથી પણ અમને પૂછવામાં આવે છે તે જોતા ઔષધની જે માંગ ઉભી થઈ છે તેને જો તા જ ખૂબ ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે.
પ્ર. આયુષ મંત્રાલય દ્વારા સંશોધન ચાલતા હોય છે ત્યારે અત્યારે ક્યાં સંશોધન ચાલુ છે ?
જ. અત્યારે ઉકાળાની અને સંક્ષમનીવટીની કામગીરી કરી રહ્યાં છીએ તે માટે આઈપીજીટીઆરએ જે કેન્દ્ર સરકાર સંચાલીત છે. જામનગરની યુનિવર્સિયીમાં કાર્યરત છે.
સરકારી કોલેજોમાં રીસર્ચ કરાવી રહ્યાં છીએ તે જ રીતે અમદાવાદમાં આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન હેઠળ સારવાર ચાલુ કરી છે જેમાં ચાર મુખ્ય ઔષધ છે જેનાથી લોકો ઝડપથી સાજા થયા છે તે સંશોધન પૂર્ણ નથી થયું તે જલ્દી પૂર્ણ કરી લોકો સમક્ષ રજૂ કરીશું.
પ્ર. લોકોમાં આ મહામારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધે એ રોગો સામે બચી શકે તે માટે શું સંદેશ આપશો ?
જ. આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ કામ કરે હર્બલ ટી, દૂધ પીવે, નાકમાં ગાયના ઘીના ટીપા નાખે પોતાના ખોરાકમાં ફેરફાર કરે, ઋતુ પ્રમાણે અત્યારે શરદ ઋતુ છે ત્યારે પીત થઈ શકે તે માટે દૂધ પાક સારું આસપાસ જે ઔષધ ઉગેલા છે. તુલસીનો ઉપયોગ કરે અને સ્વાસ્થ્યની જાળવણી કરે.