ભારતને વર્ષ2030 સુધીમાં વિશ્વના મુખ્ય એર સ્પોર્ટ્સમાં સ્થાન અપાવવાનો હેતુ

ભારતીય ઉડ્ડયન મંત્રાલય હવે એર સ્પોર્ટ્સ માટે ભારતીય ખેલાડીઓને વૈશ્ર્વિક કક્ષાએ પ્લેટફોર્મ આપશે તેવું મંત્રાલય દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.

ભારતના એર સ્પોર્ટ્સ સેક્ટરને સુરક્ષિત, આવશ્યક, આનંદપ્રદ અને ટકાઉ બનાવીને રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા જઇ રહી છે. જેના માટે નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી (ગઅજઙ-2022)ની રચના કરાઇ છે. જેમના મુખ્ય બે હેતુઓ પહેલા હેતુ ભારતના એર સ્પોર્ટ્સ પ્લેયરને આંતરરાષ્ટ્રીય સ્તરે દરજ્જો મળે તેમજ બીજો હેતુ એ છે કે આંતરરાષ્ટ્રીય એર સ્પોર્ટ્સને ભારતના આંગણે હોસ્ટ કરવામાં આવે.

તા.1 જાન્યુઆરીમાં રજૂ થયેલા ડ્રાફ્ટ મુજબ એર સ્પોર્ટ્સમાં એર રેસિંગ, એરોબેટિક્સ, એરોમોગ્લીંગ, હેંગ ગ્લાઇડીંગ, પેરા ગ્લાઇડીંગ, પેરા મોટરીંગ અને સ્કાય ડાઇવિંગ વગેરે જેવી 6 રમતોના નામ સુચવવામાં આવ્યા છે. વધુમાં ભારત દેશને આ પોલિસી દ્વારા પ્રત્યક્ષ રીતે એર સ્પોર્ટ્સ એક્ટીવીટીઝ તેમજ પરોક્ષ રીતે પ્રવાસન, ઇન્ફ્રસ્ટ્રક્ચર, લોકલ ધંધાર્થીઓને લાભ મળશે તેમજ એરો સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા શાળા-કોલેજો અને યુનિવર્સિટીની સ્થાપના એક્ટીવીટીઝને લગતા સાધનોની પેદાશ માટે ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવામાં આવશે.

ભારત સરકાર દ્વારા દેશના ખેલાડીને પરવડે તેવી સુવિધાઓ સાથે દરેક પ્રકારની સવલતો ઉભી કરવામાં આવશે. જેથી કરીને ખેલાડીનો ઝુકાવ એરો સ્પોર્ટ્સ તરફ વધે, જેના માટે સેફ્ટી અને સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઇ તેનું પાલન નહી કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. એરો સ્પોર્ટ્સને લગત, તમામ ઉપકરણો તથા ટેકનોલોજીનો વિકાસ થાય તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા કરાશે.

નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસીના ડ્રાફ્ટ અનુસાર આ રમતોની વિગતમાં 11 જેટલી રમતોને સામેલ કરવામાં આવી છે કે જેમાં પણ ઉમેરો કરવામાં આવશ

ગરૂડની જેમ ઉડીને આકાશને હાંસલ કરો: રચેલ થોમસ

IMG 0759

ભારતના પ્રથમ મહિલા સ્કાય ડાઇવર પદ્મશ્રી રચેલ થોમસે અભિનંદન પાઠવતાં નવી પોલિસી અંગુ ખુશી વ્યક્ત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે ઉડ્ડયન રમતની સુંદરતાએ જ છે કે ક્ષણભરમાં ખેલાડીએ નિર્ણય લેવાનો હોય છે. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું યુવા પેઢી માટે ખૂબ જ તકો લાવશે તો ગરૂડની જેમ ઉડીને આકાશ પર ફતેહ હાંસીલ કરો એવી શુભેચ્છા.

આજના યુવાનો નસીબદાર, તેમને એરો સ્પોર્ટ્સમાં મળશે શ્રેષ્ઠ પ્લેટફોર્મ: શીતલ મહાજન

IMG 0760

 

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવીએશન દ્વારા યોજાયેલી બેઠકમાં ભારતના એર સ્પોર્ટ્સ ખેલાડી પદ્મશ્રી શીતલ મહાજને નવી પોલિસી વિશે ખુશી વ્યક્ત કરતા સંદેશો આપ્યો કે ભારતનાં એર સ્પોર્ટ્સને હવે વૈશ્ર્વિક સ્તરે દરજ્જો મળશે. આજના યુવાનોને રમતગમતમાં નવી તકો મળશે તેમજ ભારતના સંરક્ષણ દળોને પણ એર સ્પોર્ટ્સમાં જોડી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.